Vadodara : સુરક્ષિત માતૃત્વ માટે રાજ્ય સરકારે ખિલખિલાટ એમ્બ્યુલન્સ શરૂ કરી છે. ખાસ કરીને ગ્રામીણ વિસ્તારમાં સગર્ભા મહિલાઓ માટે આ એમ્બ્યુલન્સ કામ કરે છે. એ જ રીતે 108 એમ્બ્યુલન્સ પણ આવી મહિલાઓ માટે દોડી રહી છે.
વડોદરા જિલ્લામાં સરકારના જનની શિશુ સુરક્ષા કાર્યક્રમ હેઠળ, ખિલખિલાટ યોજના તારીખ 5 સપ્ટેમ્બર, 2012થી શરૂ થઈ છે. આ યોજનામા અત્યાર સુધીમાં 3,37,394 સગર્ભા બહેનોએ તેનો લાભ લીધો છે. આ સમયગાળા દરમિયાન 108 એમ્બ્યુલન્સમાં વડોદરા જિલ્લામાં 7770 મહિલાઓની ડિલિવરી કરવામાં આવી છે. છેલ્લા એક વર્ષમાં ઓગસ્ટ-2025ના આંકડા મુજબ વડોદરા જિલ્લામાં કુલ 18 જેટલી ખિલખિલાટવાન છે. આ યોજના લોન્ચ થઈ ત્યારથી અત્યાર સુધીમાં વડોદરા જિલ્લાની કુલ 13.74 લાખ જેટલી સગર્ભા મહિલાઓ અને ધાત્રી માતાઓએ ખિલખિલાટ વાનનો લાભ લીધો છે.