– વિપક્ષના વિરોધ વચ્ચે હવે આખા દેશમાં મતદાર યાદી સુધારણા કરાશે
– બિહારમાં એસઆઈઆર પ્રક્રિયા પાછી ખેંચવાની માગ સાથે વિપક્ષના ઉગ્ર દેખાવોના કારણે સંસદ સતત ત્રીજા દિવસે ઠપ
નવી દિલ્હી : બિહારમાં વિધાનસભા ચૂંટણી પહેલાં જ ચૂંટણી પંચે હાથ ધરેલા મતદાર યાદી સુધારણા કાર્યક્રમ ‘એસઆઈઆર’નો પહેલો તબક્કો પૂરો થઈ ગયો છે. આ અભિયાન હેઠળ તેમને ૭.૨૩ કરોડ મતદારોના ફોર્મ મળ્યા છે. બિહારની નવી સંભવિત મતદાર યાદીમાંથી ૬૧ લાખ લોકોના નામ કપાવાની શક્યતા છે તેમ ચૂંટણી પંચે શુક્રવારે કહ્યું હતું.