NCERT Equivalence STD.10-12 Certificates : રાષ્ટ્રીય શૈક્ષણિક સંશોધન અને તાલીમ પરિષદ (NCERT) હવે દેશભરના વિવિધ શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10 અને 12ની ડિગ્રીને સમાન માન્યતા આપશે. આ નિર્ણયનો સીધો લાભ વિદ્યાર્થીઓને ઉચ્ચ શિક્ષણ સંસ્થાઓમાં પ્રવેશ અને સરકારી નોકરીની ભરતી દરમિયાન થશે.
શિક્ષણ મંત્રાલયના શાળા શિક્ષણ અને સાક્ષરતા વિભાગે ઈ-ગેઝેટમાં તેનું જાહેરનામું પ્રકાશિત કર્યું છે. આ નવો આદેશ 15 નવેમ્બર, 2021ના રોજ જાહેરનામાને રદ કરે છે, જેમાં આ જવાબદારી ભારતીય યુનિવર્સિટીઓના સંગઠન (AIU)ને સોંપવામાં આવી હતી.