વડોદરાઃ વડોદરા પોલીસે ડ્રિન્ક એન્ડ ડ્રાઇવના વધુ એક કેસમાં કાર ચાલક અને તેના મિત્રને ઝડપી પાડી ગુનો નોંધ્યો છે.
ફતેગંજ પોલીસની ટીમ તા.૨૪મીએ રાતે પેટ્રોલિંગમાં હતી તે દરમિયાન નિઝામપુરા શુક્લનગર પાસે એક કાર ચાલક વાંકીચૂકી કાર હંકારતો હોવાથી પોલીસે કારને અટકાવી હતી.
તપાસ કરતાં કાર ચાલકનું નામ હિમાંશુ કિરીટભાઇ સોની(કોલાખાડી,ભાટીયા શેરી, ઘડિયાળી પોળ પાસે) અને તેની સાથે બેઠેલાનું નામ વિજય દેવેન્દ્રભાઇ પાટીલ(ભાટવાડા, વાડી) હોવાનું ખૂલ્યું હતું.બંને જણાએ દારૃનો નશો કર્યો હોવાથી કાર કબજે લઇ તેમની ધરપકડ કરવામાં આવી હતી.