વડોદરા,નવીધરતીમાં નજીવી બાબતે ઝઘડો થતા પાડોશીઓ વચ્ચે મારામારી થઇ હતી. બંને પક્ષે સામસામે ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો દાખલ કરી કાર્યવાહી હાથ ધરી છે.
નાગરવાડા નવી ધરતી સંતોષી માતાની પોળમાં રહેતા રિક્ષા ડ્રાઇવર દિનેશભાઇ હીરાભાઇ વડિયાતરે કારેલીબાગ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે,ગઇકાલે મારા ઘર પાસે રિક્ષા પાર્ક કરી હતી. તે સમયે સંતોષી માતાના મંદિર પાસે બેઠેલા પાડોશી સંજય મકવાણાએ મને ઇશારો કરતા મેં તેને કહ્યું કે, નજીક આવીને વાત કર. મારી વાત સાંભળીને તે ઉશ્કેરાઇ ગયો હતો. મને ગાળો બોલી મારા પર હુમલો કર્યો હતો. તેના ભાઇ અને પત્નીએ પણ મારી સાથે ઝઘડો કર્યો હતો.
જ્યારે સામા પક્ષે સંજય મકવાણાએ ફરિયાદ નોંધાવી જણાવ્યું છે કે, દિનેશે ઉશ્કેરાઇને ગાળો બોલી મારી જીપ તરફ લાકડું ફેંકતા જીપનો કાચ તૂટી ગયો હતો. તેમજ લાકડી વડે મારા પર હુમલો કર્યો હતો.તેની પત્નીએ પણ અમારી સાથે ઝઘડો કર્યો હતો. દરમિયાન આજુબાજુના લોકોએ વચ્ચે પડીને અમને છોડાવ્યા હતા.