– દર 3વર્ષે ટેસ્ટીંગ કર્યાં બાદ રિઝર્વ ઘાસની હરાજી
– હાલમાં બાવન પૈકી જુદા જુદા ગોડાઉનમાં 85.41 લાખ કિ.ગ્રા. ઘાસનો જથ્થો સંગ્રહિત
ભાવનગર : ભાવનગર-બોટાદની કુલ છ રેન્જની કુલ ૨૩ વન્ય વિભાગની રિઝર્વ વીડી વિસ્તારમાં હાલના જુન-જૂલાઇ માસ અંતર્ગત ઘાસનું વાવેતરની પ્રક્રિયા હાથ ધરાઇ રહી છે જે ચાલુ વર્ષે ૪૫.૫૫ લાખ કિ.ગ્રા. ઉત્પાદનનો અંદાજ સેવાય છે. જ્યારે ૪૫ અધર વીડીના ઇઝારા આપી દેવાયા છે. જ્યારે ત્રણ વર્ષ પૂર્વેનું ૩૮.૫૦ લાખ કિ.ગ્રા.ની હરરાજીની સામે ૪૫.૫૫ લાખ કિ.ગ્રા.ની ઉપજ થવાની સંભાવના સેવાઈ છે.
દુકાળની સ્થિતિમાં પશુધન માટે ઉપયોગી બની શકે તેમજ રેગ્યુલર પણ ઘાસચારો પુરો પાડવા વન વિભાગ દ્વારા પ્રતિ વર્ષ ઘાસ ઉત્પાદન કરતું હોય છે જેમાં રિઝર્વ વીડીના ઘાસની ત્રણ વર્ષના સંગ્રહ બાદ વેચાતું હોય છે. જ્યારે અધર વીડી સીધી જ જે તે સંસ્થા-ગૌશાળા કે વ્યક્તિને સોંપી દેવાય છે જેનું સંપૂર્ણ ઉત્પાદન જે-તે ઇજેદારનું રહે છે. ભાવનગર-બોટાદ જિલ્લામાં રિઝર્વ વીડીની સંખ્યા ૨૩ છે જેનો એરીયા ૭૭૧૨ હેક્ટર થવા જાય છે. આ વિસ્તારમાં દર વર્ષે જૂન-જુલાઇમાં ઘાસનું વાવેતર કરાય છે જેનું આ વર્ષે ૪૫.૫૫ લાખ કિ.ગ્રા. ઘાસનું ઉત્પાદન થવાની સંભાવના છે. જ્યારે ચાલુ વર્ષે ત્રણ વર્ષ પૂર્વેના એટલે કે વર્ષ ૨૦૨૨-૨૩માં ઉત્પાદીત અને ગોડાઉનમાં સંગ્રહ કરાયેલ ૩૮.૫૦ લાખ કિ.ગ્રા. ઘાસનું ટેસ્ટીંગ કર્યા બાદ હરાજીથી વેચાણ કરવામાં આવશે. જ્યારે આ વેચાણ બાદ પણ બન્ને જિલ્લાની રેન્જમાં સ્થપાયેલ ૫૨ પૈકી જુદા જુદા ગોડાઉનમાં ૮૫.૪૧ લાખ કિ.ગ્રા.ઘાસનો સંગ્રહ રહેવાની સંભાવના વ્યક્ત કરાઇ છે. તો ઘાસ ઉત્પાદનની સાથો સાથ તેને સાચવવા માટે ગોડાઉનની વ્યવસ્થા પણ દર વર્ષે વિકસતી જાય છે. વર્ષ ૧૯-૨૦માં ભાવ.-બોટાદના મળી ૩૭ ગોડાઉન હતા જે હાલ ૫૨ થવા પામ્યા છે. આમ સંગ્રહ શક્તિ વધારવામાં આવી છે.
ગત વર્ષે મોટા ખોખરા ખાતે બે ગોડાઉન નવા ઉમેરાયા
વન વિભાગ દ્વારા દર વર્ષે પોતાની રિઝર્વ વીડીના વાવેતર કરેલ ઘાસનું કટીંગ કરી ગોડાઉનમાં સ્ટોર કરાય છે જે ત્રણ વર્ષના સમયકાળમાં દુષ્કાળ જેવી સ્થિતિનું નિર્માણ ન થાય તો જાહેર હરાજીથી અપાય છે. પરંતુ આ ત્રણ-ત્રણ વર્ષના સંગ્રહ માટે પણ ગોડાઉન અને પ્લેટફોર્મનો ઉપયોગ કરાય છે જેથી દર વર્ષે ગોડાઉનોની સંખ્યા પણ વધતી જાય છે. ગત વર્ષે મોટા ખોખરા ખાતે બે ગોડાઉન બનતા હાલ ૫૨ ગોડાઉન ભાવનગર-બોટાદમાં કાર્યરત હોવાનું જણાયું છે.
વર્ષ 2025-26 માટે રેન્જ, વીડી અને અંદાજિત ઉપજ
રેન્જ |
વીડી |
ઉપજ (લાખ |
ભાવનગર-૩ |
ભંડારિયા |
૪.૭૦ |
જેસર-૩ |
રાણીગાળા, બેડા, કરજાળા |
૧૨.૫૦ |
સિહોર-૩ |
ચોરવડલા, થાળા પીપરલા |
૫.૫૦ |
મહુવા-૪ |
સાંકડાસર, કુંઢડા, કોટીયા, વાવડી |
૧૬.૫૦ |
પાલિ-૪ |
સરોડ, અનિડા, સાંજણાસર, રાજસ્થળી |
૪.૧૫ |
વલ્લી-૪ |
રોહિશાળા, ઢાકણીયા, વાવડી, સેથળી |
૨.૨૦ |