– રાજસ્થાનમાં જૂન-જુલાઇમાં સામાન્ય કરતા 85 ટકા વધુ વરસાદ
– હિમાચલના મંડીની સ્થિતિ વધુ કફોડી, તમામ રસ્તા બંધ : ત્રણ લોકોના મોત, અનેક વાહન દટાયા, 20 લોકોને રેસ્ક્યૂ કરાયા
નવી દિલ્હી : ઉત્તર ભારતમાં વરસાદે ભારે તારાજી સર્જી હતી, છેલ્લા ૨૪ કલાકમાં વરસાદી ઘટનાઓમાં પાંચ લોકોના મોત નિપજ્યા છે જ્યારે અનેક નેશનલ હાઇવે બંધ રાખવા પડયા હતા. ખાસ કરીને હિમાચલ પ્રદેશ અને રાજસ્થાનમાં વરસાદને કારણે લોકોએ ભારે હાલાકીનો સામનો કરવો પડયો હતો. હિમાચલના મંડીમાં વાદળ ફાટતા સ્થિતિ વધુ કથળી હતી.