મુંબઈ : વર્તમાન વર્ષના મેમાં ભારત ખાતેથી મોબાઈલ ફોનની નિકાસ વાર્ષિક ધોરણે ૭૪ ટકા વધી ૩.૦૯ અબજ ડોલર રહી છે. ગયા વર્ષના મેમાં આ આંક ૧.૭૮ અબજ ડોલર રહ્યો હતો. વર્તમાન વર્ષના માર્ચમાં ૩.૧૦ અબજ ડોલરની નિકાસ સૌથી ઊંચી નિકાસ બાદ મેનો આંક અત્યારસુધીનો બીજો મોટો નિકાસ આંક છે એમ મોબાઈલ ઉદ્યોગ દ્વારા સરકારને સુપરત કરાયેલી માહિતીમાં જણાવાયું છે.
અમેરિકા દ્વારા ઊંચા ટેરિફ લાગુ થાય તે પહેલા જ ભારત ખાતેથી મોબાઈલ ફોનની નિકાસમાં ઝડપ જોવા મળી હતી.
વર્તમાન નાણાં વર્ષના પ્રથમ બે મહિનાની વાત કરીએ તો મોબાઈલની એકંદર નિકાસ વાર્ષિક ધોરણે ૪૧ ટકા વધી ૫.૫૦ અબજ ડોલર રહી છે. ગયા વર્ષના ઓકટોબરથી દેશમાંથી દર મહિને મોબાઈલ ફોનનો નિકાસ આંક બે અબજ ડોલરથી વધુ જોવા મળી રહ્યો છે.
પ્રોડકશન લિન્કડ ઈન્સેન્ટિવ સ્કીમ મોબાઈલની નિકાસ વધારવાનું એક કારણ રહ્યું હોવાનું મોબાઈલ ફોન ઉદ્યોગના સુત્રોએ જણાવ્યું હતું.