image : Freepik
Jamnagar Crime : જામનગરમાં ગોકુલ નગર જકાતનાકા સર્કલ વિસ્તારમાં એક યુવાન પર કેટલાક શખ્સો તૂટી પડ્યા હતા, અને લોહી લુહાણ કરી અધમુવો કરી નાખ્યો હતો, અને ભાગી છૂટ્યા હતા. જેને ગંભીર હાલતમાં સારવાર માટે જી.જી. હોસ્પિટલમાં ખસેડાયો છે, અને પોલીસ દ્વારા હુમલાખોરોને શોધવા માટેની કવાયત શરૂ કરાઇ છે.
આ બનાવ ની વિગત એવી છે કે જામનગર શહેરના જકાત નાકા સર્કલ નજીક આહીર બોર્ડિંગની સામે યતીન મનસુખભાઇ વાંજા (ઉં.વ.45) નામના વ્યક્તિ પર તિક્ષ્ણ હથિયાર વડે ઘાતક હુમલો કરાયો હતો. ત્યારબાદ, ઇજાગ્રસ્ત યતીનને સ્થાનિક રહેવાસીઓ દ્વારા 108 એમ્બ્યુલન્સ મારફતે સરકારી જી.જી.હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા.
આ બનાવની જાણ થતા સિટી-સી ડિવિઝન પોલીસ સ્ટેશનના પીઆઇ એન.બી.ડાબી, પીએસઆઇ બરબસીયા સહિતનો સ્ટાફ ઘટના સ્થળે તેમજ હોસ્પિટલ ખાતે દોડી ગયો છે, ભાગી છુટેલા હુમલાખોરોની શોધખોળ હાથ ધરી છે.