પશ્ચિમ રેલવેના વડોદરા ડિવિઝન પર ‘સ્વાતંત્ર્ય દિવસ સમારોહ-2025’ ના ઉપલક્ષ્યમાં તારીખ 1 ઓગસ્ટ થી 15 ઓગસ્ટ, 2025 સુધી એક વિશેષ ‘સ્વચ્છતા અભિયાન’નું આયોજન કરવામાં આવ્યું છે.
આ પખવાડિયા દરમિયાન, ડિવિઝનના વિવિધ સ્ટેશનો, રેલવે કોલોનીઓ અને કચેરીઓમાં સ્વચ્છતા જાગૃતિ અને વિશેષ સફાઈ અભિયાન ચલાવવામાં આવશે. અભિયાનનો પ્રારંભ વડોદરા ડિવિઝનલ રેલવે મેનેજર રાજુ ભડકેએ તમામ રેલ કર્મચારીઓ અને અધિકારીઓને સ્વચ્છતા પ્રત્યે જાગૃત રહેવાની શપથ સાથે કર્યો હતો. રાજુ ભડકેએ રેલ કર્મચારીઓને દર વર્ષે 100 કલાક એટલે કે દર અઠવાડિયે 2 કલાક શ્રમદાન કરવા અને અન્ય લોકોને પણ સ્વચ્છતા પ્રત્યે જાગૃત કરવા આહ્વાન કર્યું હતું. આ અભિયાનનો મુખ્ય ઉદ્દેશ્ય ડિવિઝન વિસ્તારમાં સ્વચ્છતા સુનિશ્ચિત કરવાનો છે, જેમાં ખાસ કરીને રેલવે ટ્રેક અને તેની આસપાસના વિસ્તારોમાંથી કચરો હટાવવા પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવશે.