Donald Trump Big Statement: ગત દિવસોમાં અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના ડેડ ઇકોનોમી વાળા નિવેદન પર રશિયાએ ચેતવણી આપી હતી. રશિયાની સિક્યોરિટી કાઉન્સિલના ઉપાધ્યક્ષ દિમિત્રી મેદવેદેવે ટ્રમ્પને એજ ભાષામાં જવાબ આપતા ‘ડેડ હેન્ડ’ની યાદ અપાવી હતી. તેમણે કહ્યું હતું કે, ‘ટ્રમ્પ જેમને ડેડ (મૃત) કહી રહ્યા છે તેમનાથી થનારા ખતરાઓને તેમને નજરઅંદાજ ન કરવા જોઈએ.’ જો કે, મેદવેદેવના આ નિવેદન બાદ ટ્રમ્પ ભડકી ગયા છે. ટ્રમ્પે આ નિવેદનને ગંભીરતાથી લઈને બ પરમાણુ સબમરીન તૈનાત કરવાના આદેશ આપી દીધા છે. જે અંગે તેમણે ખૂદ વાત કરી છે.