Anganwadi Worker Rally in Gandhinagar: ભારતીય આંગણવાડી કર્મચારી સંઘ દ્વારા આજે ગાંધીનગર ખાતે રેલી યોજાઈ રહી છે જે રેલી ગાંધીનગરના ઘ 1.5 સર્કલ થી સત્યાગ્રહ છાવણી સુધી જશે. આજે બપોરે 12 થી 4 વાગ્યા સુધી, ગાંધીનગર સ્થિત સત્યાગ્રહ છાવણી ખાતે રેલી અને જાહેર સભા યોજાઈ રહી છે, જેમાં હજારોની સંખ્યામાં પોલીસ બંદોબસ્ત સાથે રેલી કાઢવામાં આવી છે.
ભારતીય આંગણવાડી કર્મચારી મહાસંઘના મહામંત્રીએ રેલી સાથે રાજ્યના મહિલા અને બાળ વિકાસ મંત્રી ભાનુબેન બાબરીયાને લેખિતમાં આવેદનપત્ર રજૂ કર્યું છે જેમાં તેમણે માંગણીઓ મૂકી છે. આ માંગણીઓમાં – આવેદનપત્રમાં વિવિધ મહત્વપૂર્ણ મુદ્દાઓ ઉઠાવવામાં આવ્યા છે, જેમાં મુખ્યત્વે નીચેના મુદ્દાઓનો સમાવેશ થાય છે.
આ પણ વાંચો: પશુપાલકો માટે ખુશખબર: 437 કરોડના ભાવ ફેર વધારાની દૂધસાગર ડેરીની જાહેરાત, વીમાની રકમ બમણી
1 – B.L.O. ની કામગીરીમાં ભેદભાવ દૂર કરવો ICDS સિવાયની કામગીરીમાં ભેદભાવ દૂર કરીને તમામ કર્મચારીઓને સમાન જવાબદારી આપવી.
2 – MMY સ્ટોરની સુવિધા વિસ્તૃત કરવી. MMY સ્ટોરની સુવિધા તમામ કેન્દ્રો સુધી પહોંચાડવી અને મહિલાઓને સ્વયંસહાય માટે સશક્ત બનાવવી.
3- FRS સંબંધિત તણાવ દૂર કરવો. પોષણ ટ્રેડર અને સેવાઓમાં થતી મુશ્કેલીઓ દૂર કરીને કર્મચારીઓને માનસિક તણાવથી મુક્ત કરવું.
4- મોબાઇલ અને ટેકનોલોજી સુવિધા ઉપલબ્ધ કરવી. 5G નેટવર્ક સાથે સ્માર્ટ મોબાઇલ ઉપલબ્ધ કરાવવી જેથી કાર્યક્ષમતા વધે.
5- હેલ્પર અને વર્કર માટે નિયમિત ભરતી પ્રક્રિયા અમલમાં લાવવી. દર વર્ષે હેલ્પર અને વર્કર માટે યોગ્ય ભરતી થવી જોઈએ.
6- નાસ્તાની રકમ અને ઇન્સેન્ટિવ વધારવા અને નાસ્તાની રકમમાં વધારો કરીને સમયસર ઇન્સેન્ટિવ ચૂકવવા.