મુંબઈ : મુંબઈ ઝવેરી બજારમાં આજે ચાંદીના ભાવમાં ઝડપી મંદી આગળ વધી હતી જ્યારે સોનાના ભાવ આંચકા પચાવી ધીમા સુધારા પર રહ્યા હતા. અમેરિકાના પ્રમુખિ ટ્રમ્પના ટેરીફ વોરના પગલે વૈશ્વિક સ્તરે ચાંદી, પ્લેટીનમ, પેલેડીયમન તથા કોપરના ભાવ વધુ તૂટયાના સમાચાર હતા. જોકે વૈશ્વિક સોનામાં નીચા મથાળે ફંડોનું ફરી સેક હેવન બાઈંગ જોવા મળ્યું હતું.
વૈશ્વિક સોનાના ભાવ ઔંશના ૩૦૬૩થી ૩૦૬૪ વાળા ૩૦૭૩થી ૩૦૭૪ ડોલર રહ્યા હતા. જો કે વૈશ્વિક ચાંદી વધુ ગબડતાં ઘરઆંગણે ચાંદીના ભાવ પણ આજે વધુ ગાબડાં પડયા હતા. અમદાવાદ ઝવરી બજારમાં ચાંદીના ભાવઆજે કિલોના વધુ રૃ.૩૦૦૦ ગબડી રૃ.૯૩૦૦૦ બોલાયા હતા.
અમદાવાદ બજારમાં ચાંદીના ભાવ બે દિવસમાં રૃ.૬૫૦૦ તૂટી ગયાનું બજારનો સૂત્રો જણાવી રહ્યા હતા. દરમિયાન, અમદાવાદ સોનાના ભાવ ૧૦ ગ્રામના રૃ.૨૦૦ નરમ હતા તથા ૯૯૫ના ભાવ રૃ.૯૨૯૦૦ અને ૯૯૯ના ભાવ રૃ.૯૩૨૦૦ બોલાઈ રહ્યા હતા. વિશ્વ બજારમાં ચાંદીના ભાવ ઔંશના ૩૧.૯૦ વાળા નીચામાં ૩૦.૭૬ થઈઆ ૩૦.૭૭ ડોલર રહ્યા હતા.
દરમિયાન,વિશ્વ બજારમાં ક્રૂડતેલના ભાવ આજે વધુ ૭થી ૮ ટકા તૂટી જતાં ખેલાડીઓ સ્તબ્ધ બની ગયા હતા. ટ્રમ્પના ટ્રે-વોરના પગલે વૈશ્વિક અર્થતંત્રને ફટકો પજડવાની તથા ક્રૂડની માગ ઘટવાની શક્યતા ઉપરાંત ઓપેકના દેશોએ મે મહિનાથી ક્રૂડનું ઉત્પાદન વધારવાનું નક્કી કરતાં ક્રૂડતેલના ભાીવ તૂટી ચાર વર્ષના તળિયે ઉતરી ગયાના સમાચાર મળ્યા હતા.
બ્રેન્ટ ક્રૂડના ભાવ ઓગસ્ટ ૨૦૨૧ પછી પ્રથમવાર બેરલના ૬૫ ડોલરની અંદર ઉતરી ગયા હતા. બ્રેન્ટના ભાવ નીચામાં આજે ૬૪.૧૫ થઈ ૬૫.૪૫ ડોલર રહ્યા હતા. યુએસ ક્રૂડના ભાવ નીચામાં ૬૦.૮૧ થઈઆ ૬૨.૧૭ ડોલર રહ્યા હતા. વૈશ્વિક કોપરના ભાવ આઅજે વધુ ૬.૨૬ ટકા તૂટયા હતા.
પ્લેટીનમના ભાવ ઘટી નીચામાં ૯૩૩ થઈ ૯૩૪ ડોલર રહ્યા હતા. પેલેડીયમના ભાવ ઘખટી ૯૨૩થી ૯૨૪ ડોલર રહ્યા હતા. મંબઈ બુલીયન બજારમાં ચાંદીના ભાવ જીએસટી વગર રૃ.૯૫૯૫૭ વાળા રૃ.૯૨૯૧૦ રહ્યા હતા. મુંબઈ સોનાના ભાવ જો કે જીએસટી વગર નીચામાં ૯૯૫ના રૃ.૮૯૯૪૮ થઈ ફરી વધી રૃ.૯૦૬૫૦ છેલ્લે રહ્યા હતા જ્યારે ૯૯૯ના ભાવ નીચામાં રૃ.૯૦૩૧૦ થઈ રૃ.૯૧૦૧૪ રહ્યા હતા.
મુંબઈ સોના-ચાંદીમાં જીએસટી સાથેના ભાવ આ ભાવથી ૩ ટકા ઉંચા રહ્યા હતા. અમેરિકાની ટેરીફ સામે ચીનને વળતૌ જવાબમાં અમેરિકાના માલો પર ટેરીફ જાહેર કરતાં વિશ્વ બજારમાં અજંપો વધતાં સોનામાં નીચા મથાળે સેફ-હેવન બાઈંગ ફરી શરૃ થયાનું જાણકારો જણાવી રહ્યા હતા.
દરમિયાન, અમેરિકામાં જોબગ્રોથ વધી માર્ચમાં ૨ લાખ ૨૮ હજાર નોંધાયો છે જેની અપેક્ષા ૧ લાખ ૩૫ હજાર વૃદ્ધીની રહી હતી.ત્યાં બેરોજગારીના દાવા ૬૦૦૦ ઘટી ૨ લાખ ૧૯ હજાર આવ્યા હતા. ટેરીફ પૂર્વે આ સ્થિતી હતી. હવે ટેરીફ પછીની સ્થિતિ બદલાઈ જવાની શક્યતા બજારમાં બતાવાઈ રહી હતી.