વડોદરાઃ વડોદરામાં એક તરફ લાખોની કિંમતનો દારૃ પકડાઇ રહ્યો છે તેમ છતાં દારૃ આસાનીથી મળી રહ્યો હોવાના કિસ્સા સામે આવી રહ્યા છે.જેના પરથી દારૃબંધીના ધજાગરા ઉડી રહ્યા હોવાનું જણાઇ આવે છે.
કારેલીબાગ જલારામનગર વસાહત ખાતે ગઇકાલે સવારે એક મકાનમાં પીધેલો આવી ગયો હોવાની જાણ થતાં હરણી પોલીસે વિકાસ ટીકારામ થાપા(૩૦)નામના બે દિવસ પહેલાં જ નેપાળથી આવેલા યુવકને પકડયો હતો.નવાઇની વાત એ છે કે,આ યુવક નોકરીની શોધમાં આવ્યો હતો.કોને ત્યાં જવું હતું તેની કોઇ જાણકારી નહતી.પરંતુ તેને સવારમાં જ દારૃ આસાનીથી મળી ગયો હતો.
આવી જ રીતે બીજો એક બનાવ કારેલીબાગ પાણીની ટાંકી સામે આનંદનગર પાસે બન્યો હતો.જેમાં કેટલાક લોકો જાહેરમાં બાંકડા પર મહેફિલ માણી રહ્યા હોવાનો મેસેજ મળતાં કારેલીબાગ પોલીસે બાંકડા પરથી પીધેલી હાલતમાં નિકેત ભરતકુમાર શાહ (આનંદનગર સોસાયટી, કારેલીબાગ) અને કુશ ગૌરવકુમાર શાહ (નાથીબા નગર, હરણી રોડ)ને ઝડપી પાડયા હતા.