નવાપુરા પોલીસ ટીમે ગઈકાલે સાંજે મળેલ બાતમીના આધારે બકરાવાડી આઝાદ મેદાનમાં દરોડો પાડી ખુલ્લા મેદાનમાં જુગાર રમી રહેલ ત્રણ શખ્સોને ઝડપી પાડ્યા હતા. જેમાં શૈલેષ જગદીશભાઈ અડિયલ (રહે -સરગમ સોસાયટી, આજવા રોડ), મનોજ રમણભાઈ રાઠોડ (રહે -નાડીયા વાસ, બકરાવાડી) અને સુમિત ધર્મેશભાઈ રાજપુત (રહે – કૃષ્ણ ભવનની ચાલી, મદનજાપા રોડ)નો સમાવેશ થાય છે. દરોડા દરમ્યાન પોલીસે સ્થળ પરથી રોકડા રૂ. 15900 તથા બે મોબાઈલ ફોન સહિત કુલ રૂ. 29,900 નો મુદ્દામાલ કબ્જે કરી આરોપીઓની જુગારધારા હેઠળ અટકાયત કરી હતી.