PM Modi Invite Sunita Williams : પૃથ્વીની પરિકમ્મા કરી રહેલા ઇન્ટરનેશનલ સ્પેસ સ્ટેશનમાં સ્પેસ-એક્સમાં 9 મહિના સુધી રહેલા અંતરિક્ષ યાત્રી સુનિતા વિલ્યમ્સને ભારત આવવા વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પત્ર લખ્યો છે. તેમણે લખ્યું કે ‘ભારતનાં પુત્રી તમો માઈલો દૂર છો, છતાં અમારા હૃદયની પાસે છો.’
મહા પ્રયાસે આખરે તે બંને અંતરિક્ષ યાત્રીઓ સુનિતા વિલ્યમ્સ અને બુચ વિલ્મોર ‘ડ્રેગન’ નામક કેપ્શ્યુલમાં બેસી અન્ય બે ક્રૂ મેમ્બર્સ સાથે મંગળવારે રાત્રે 1:05 મિનિટે (ન્યૂયોર્ક સમય) પૃથ્વી તરફ રવાના થયા હતા અને મોડી રાત સુધીમાં તેઓ પૃથ્વી પર ઘરવાપસી કરી ચૂક્યા હતા.
આ કેપ્શ્યુલ પૃથ્વી ફરતા થોડા ચકરાવા લઈ પેરેશ્યુટ દ્વારા ફલોરિડાના સમુદ્ર-તટ પાસે તેમણે ઉતરાણ કર્યું હતું.
વિશ્વ સમસ્ત આ ‘જાંબાઝ’ અંતરિક્ષ યાત્રીઓનાં આગમનની કાગ-ડોળે રાહ જોઈ રહ્યું હતું. કેટલાએ મહિનાઓ સુધી તેઓ અંગે અદ્ધર શ્વાસ રહ્યું હતું. હવે વિશ્વે નિરાંતનો શ્વાસ લીધો છે.