પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના બિસ્મિલ્લાગંજ ગામમાં રહેતો ભરત મફાભાઇ ઠાકોર ઉ.વ.35 છેલ્લાં બે વર્ષથી બ્લડ કેન્સરની બીમારીથી પીડાતો હતો અને તેને છેલ્લા 20 દિવસથી કૈલાશ કેન્સર હોસ્પિટલ ગોરજ ખાતે દાખલ કર્યો હોવાથી સારવાર ચાલુ હતી. આ દરમિયાન ગઈ કાલે બપોરના આશરે બે વાગ્યાના સુમારે હોસ્પિટલના ત્રીજા માળની રૂમની બારીમાંથી કૂદી મોત વહાલું કર્યું હતું.