અમદાવાદ,સોમવાર
સિવિલ હોસ્પિટલના ગેટ પાસે રિક્ષા ચાલકે ટેમ્પોને રોકીને સાઇડમાં લેવાનું કહ્યું હતું અને કોઇ વાંક ગુના વગર જ કોલર પકડીને યુવકને લાફા મારીને બે યુવકો પાસે તમારી પાસે જે કંઇ રૃપિયા હોય તે આપી દે કહીને ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યા હતા. આ બનાવ અંગે શાહીબાગ પોલીસે ગુનો નોંધી સીસીટીવી ફૂટેજ આધારે વધુ તપાસ હાથ ધરી છે.
રિક્ષા ચાલકે રોકીને કોલર પકડી ચાકુના ઘા મારતાં યુવક લોહી લુહાણ હાલતમાં ટેમ્પો લઇ ભાગ્યો ઃ બીજા યુવકને પણ ચાકુના ઘા માર્યા ઃ શાહીબાગ પોલીસે ગુનો નોંધ્યો
મેઘાણીનગરમાં રહેતા યુવકે શાહીબાગ પોલીસ સ્ટેશનમાં આકાશ અને બુચીયો સામે ફરિયાદ નોંધાવી છે કે તા. ૧૭ ના રોજ ફરિયાદી અને તેનો મિત્ર રોહિત પટણી બન્ને લોડિંગ ટેમ્પોમાં ડેકોરેશનનો સામાન ઉતારીને પરત આવી રહ્યા હતા. ત્યારે સિવિલ ગેટ નંબર ૩ પાસે પહોચ્યા તે સમયે અજાણ્યા રિક્ષા ચાલક અને શખ્સે ફરિયાદીને હાથ કરીને લોડિંગ ટેમ્પો ઉભો રખાવ્યો હતો.
ત્યારબાદ સાઇડમાં કર કહીને તકરાર કરીને યુવકનો કોલર પકડીને લાફા મારીને તારી પાસે જે રૃપિયા હોય તે આપી દે તેમ કહેતા ફરિયાદીએ રૃપિયા આપવાની ના પાડતા આરોપીએ ચાકુના બે ઘા મારીને લોહી લુહાણ કરતા યુવક ટેમ્પો લઇને નાસી ગયો હતો બીજી તરફ તેના મિત્રને પણ ચાકુના ઘા મારી લોહી લુહાણ કર્યો હતો. ઇજાગ્રસ્ત હોવાથી સારવાર હોસ્પિટલ જતાં બન્ને ટાંકા લેવા પડયા હતા. આ ઘટના અંગે