કરજણ તા.૧૮ કરજણ તાલુકાના ને.હા.૪૮ પર સાંસરોદ ગામ નજીકના એક ધાબાના પાકગમાં ઊભી રહેલ આઈશર કન્ટેનરમાં ઇલેક્ટ્રિક સામાનની આડમાં સેલવાસથી વડોદરા લઈ જવાતો રૃ.૪૩.૯૬ લાખનો દારૃનો જથ્થો સ્ટેટ વિજિલન્સે ઝડપી પાડયો હતો.
પ્રાપ્ત માહિતી મુજબ એક આઇશર કન્ટેનર સેલવાસથી દારૃનો જથ્થો ભરીને વડોદરા તરફ નીકળેલ છે અને ભરૃચ પસાર કરી એક ધાબાના પાકગમાં ઊભી રહેલ છે તેવી માહિતીના આધારે સ્ટેટ વિજિલન્સની ટીમે સાંસરોદ ગામની બાજુમાં આવેલ અરસાન મેવાત ધાબાના પાકગમાં તપાસ કરતા બાતમીવાળું કન્ટેનર પાર્ક કરેલું જોવા મળ્યું હતું. ચાલકને સાથે રાખીને કન્ટેનરનો પાછળનો દરવાજો તોડી જોતા અંદર મોટા બોક્ષ અને તેની પાછળ દારૃનો જથ્થો ભરેલા બોક્સ જણાયા હતાં. કન્ટેનર ચાલકનું નામ પૂછતાં મોહમદ આઝીબ ઉમર મોહમદ (રહે.ભાજલાકા,તા.તાવડું, જિલ્લો નૂહ મેવાત, હરિયાણા) હોવાનું જણાવ્યું હતું.
પોલીસે વિવિધ બ્રાન્ડના દારૃના રૃા.૪૩.૯૬ લાખ કિંમતના ૧૦૮૬૦ ટીન, રૃા.૯૬.૫૩ લાખના ઇલેક્ટ્રિક સાધનો, કન્ટેનર, મોબાઇલ સહિત કુલ રૃા.૧.૫૫ કરોડનો મુદ્દામાલ કબજે કર્યો હતો. પોલીસે દારૃ ભરી આપનાર, મંગાવનાર, સહિત પાંચ શખ્સો સામે ગુનો દાખલ કરી વધુ તપાસ હાથ ધરી છે. કન્ટેનર ચાલકની પૂછપરછમાં જાણવા મળ્યું હતું કે દારૃ ભરેલું કન્ટેનર સાહૂન નામના ઈસમે ફોનથી જણાવ્યા મુજબ સેલવાસ ખાતેથી એક વ્યક્તિ આપી ગયો હતો. અને સાહુને વડોદરા એરફોર્સ બ્રિજ પાસે જઈ ફોન કરજે હું માણસ મોકલીશ તેને કન્ટેનર આપી દેજે તે ખાલી કરીને કન્ટેનર પરત આપી જશે.