વડોદરા,માંજલપુર વિસ્તારમાં આજે કોર્પોરેશનના ઢોર પાર્ટીનો સ્ટાફ રખડતા ઢોર પકડવા ગયો હતો. તે દરમિયાન પશુપાલક સાથે ઘર્ષણ થતા ૧૪ વર્ષનો કિશોર સયાજી હોસ્પિટલમાં દાખલ થયો હતો.
શહેરમાં રખડતા ઢોર પકડવા ગયેલી કોર્પોેરેશનની ઢોર પાર્ટીના સ્ટાફે માંજલપુર વિસ્તારમાંથી રોડ પર રખડતી બે ગાયોને પકડી લીધી હતી. આ સમયે સ્થળ પર આવી ગયેલા પશુપાલકો સાથે ઢોર પાર્ટીના સ્ટાફને ઘર્ષણ થયું હતું. પરંતુ, ઢોર પાર્ટીનો સ્ટાફ બે ગાયને પકડીને લઇ ગયો હતો. ત્યારબાદ પશુમાલિકે માંજલપુર પોલીસ સ્ટેશન જઇ એવો આક્ષેપ કર્યો હતો કે, અમારા ૧૪ વર્ષના બાળકને કોર્પોરેશનના સ્ટાફે માર માર્યો છે. જે અંગે માંજલપુર પોલીસે તેઓની અરજી લઇ તપાસ હાથ ધરી છે. ત્યારબાદ ૧૪ વર્ષના કિશોરને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યો છે. જ્યાં કેફિયત રજૂ કરી હતી કે, કોર્પોેરેશનના ૭ થી ૮ લોકોએ તેના પર હુમલો કરતા છાતીમાં ડાબી બાજુ દુખાવો થાય છે.