Income Tax Department Penalty On Indigo Airlines : દેશની સૌથી મોટી એરલાઈન્સ કંપની ઈન્ડિગોને મસમોટો દંડ ફટકારવામાં આવ્યો છે. ઈન્કમ ટેક્સ વિભાગે ઈન્ડિગોને 944.20 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો છે. જોકે કંપનીએ નિર્ણય ખોટો ગણાવી આયકર વિભાગના આદેશને પડકારવાની તૈયારી શરૂ કરી દીધી છે.
ઈન્ડિગોએ નિયામક ફાઈલિંગમાં આપી માહિતી
વાસ્તવમાં એરલાઈન ઈન્ડિગોની મૂળ કંપની ઈન્ટરગ્લોબ એવિએશન સામે કાર્યવાહી કરવામાં આવી છે. ઈન્ડિગોએ રવિવારે એક નિયામક ફાઈલિંગમાં કહ્યું છે કે, આયકર વિભાગના મૂલ્યાંકન એકમે વર્ષ 2021-22 મુદ્દે 944.20 કરોડ રૂપિયાનો દંડ ફટકારવાનો આદેશ આપ્યો છે.
આ પણ વાંચો : CBSEએ ધોરણ-9થી 12 માટે નવો અભ્યાસક્રમ જાહેર કર્યો, આવી રીતે કરો ડાઉનલોડ
ઈન્ડિગોએ દંડને ગેરવ્યાજબી ઠેરવી
ઈન્ડિગોએ સત્તાવાર નિવેદનમાં કહ્યું કે, ‘આ આદેશ ખોટી માન્યતાના આધારે પસાર કરવામાં આવ્યો છે કે, કંપની દ્વારા આવકવેરા કમિશનર (અપીલ) (CIT(A)) સમક્ષ કલમ 143(3) હેઠળ આકારણીના આદેશ સામે દાખલ કરવામાં આવેલી અપીલને ફગાવી દેવામાં આવી છે. જો કે, આ અપીલ હજુ પણ ચાલી રહી છે અને આ તેનો નિર્ણય આવવાનો પણ બાકી છે.’
કંપની આયકર વિભાગને નિર્ણયને પડકારશે
કંપનીએ નિયામક ફાઈલિંગમાં જણાવેલ માહિતી મુજબ, કંપનીના દૃઢ વિશ્વાસ છે કે, આવકવેરા સત્તાધિકારી દ્વારા ફટકારાયેલો દંડ કાયદા મુજબ નથી. કંપનીએ કહ્યું કે, આયકર વિભાગનો નિર્ણય ખોટો છે. અમે આ આદેશનો વિરોધ કરીશું. અમારી સામે કરાયેલી કાર્યવાહીનો અમે કાયદાકીયનો ઉપયોગ કરી જવાબ આપીશું. આવકવેરા વિભાગના આદેશથી કંપનીની નાણાંકીય સ્થિતિ, સંચાલન અથવા અન્ય કામગીરી પર કોઈપણ મહત્ત્વનો પ્રભાવ નહીં પડે.
આ પણ વાંચો : ગુજરાત સહિત દેશભરમાં બનેલી 103 દવાઓના સેમ્પલ ફેલ, જુઓ યાદી