Jamnagar Accident : જામનગરમાં બેડી વિસ્તારમાં રહેતો અને મજુરી કામ કરતો અલીઅસગરભાઈ ગલીભાઈ ભાયા નામનો યુવાન ગત 15.6.2025 ના સવારે 10.00 વાગ્યાના અરસામાં પોતાની જીજે 10-ટી.ઝેડ 2971 નંબરની સીએનજી રીક્ષા લઈને જામનગરથી રાજકોટ તરફ જઈ રહ્યો હતો, જ્યારે રીક્ષામાં તેના બે મિત્રો પણ બેઠા હતા. જે રીક્ષા નાની બાણુંગાર ગામના પાટીયા પાસે પહોંચતા અચાનક રીક્ષાનું પાછલું ટાયર ફાટ્યું હતું.
જેના કારણે રીક્ષા પરનો કાબુ ગુમાવતા રોડ પરથી નીચે ઉતરી ગઈ હતી. જે અકસ્માતના ગંભીર પ્રકારની ઈજા થવાથી સારવાર માટે હોસ્પિટલમાં આવ્યો હતો, ત્યાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ નિપજ્યું છે. આ અકસ્માતના બનાવની જાણ થતા પંચકોષી એ. ડિવિઝનનો પોલીસ કાફલો ઘટના સ્થળે તેમજ જી.જી હોસ્પિટલમાં દોડી ગયો છે, અને વધુ તપાસ હાથ ધરી છે.