Jamnagar Gambling Raid : જામનગર પંથકમાં શ્રાવણ મહિનાના છેલ્લા દિવસોમાં પણ જુગારી તત્વો નસીબ અજમાવી રહ્યા છે. ત્યારે પોલીસે પણ દરોડા પડવાની કાર્યવાહી અવિરત ચાલુ રાખી છે. ત્યારે ગઈકાલે જુગારના વધુ 6 દરોડા પાડી આઠ મહિલા સહિત 30 જુગારીઓની ઝડપી લીધા છે.
જામનગર શહેરમાં સાધના કોલોની બાપા સીતારામના મંદીરના મંદીર પાસે બ્લોક નંબર યુ-1 ની પાસે જાહેરમાં જુગાર રમી રહેલાં પૃથ્વીરાસિહ ગુલાબસિહ વાઢેર, વીકીભાઇ જેઠાભાઇ વસનતાણી, રાકેશભાઇ ચમનભાઇ નડીયાધરા, દક્ષાબેન દીલીપભાઇ ખીરસરીયા, શીતલબા કારૂભા પીંગલ નામના બે મહિલા સહિત પાંચ જુગારીઓને રૂા.11840 ની રોકડ સાથે ઝડપી લીધા હતા. જ્યારે શહેરના રણજીતસાગર રોડ સુભાષપાર્ક-5 શેરીમાં જાહેરમાં પાના ટીંચી રહેલાં વીરમભાઇ લખમનભાઇભાઇ કંટારીયા, અંરવીદભાઇ ભીખાભાઇ પરમાર, માધાભાઇ અરજણભાઇ પરમાર, હંશાબેન ધીરજલાલ સોંલકી, મુળીબેન વશરામભાઇ જેપાળ, ચંપાબેન કારાભાઇ જેપાળ, શીલ્પાબેન અરવીદભાઇ પરમાર, કીર્તીબેન લક્ષ્મણભાઇ પરમાર, ધનવંતરીબેન કાનાભાઇ રાઠોડ નામના છ મહિલા સહિત નવ પત્તાપ્રેમીઓને રૂા.4910 ની રોકડ સાથે ઝડપી લીધા હતાં.
આ ઉપરાંત શહેરમાં વામ્બે આવાસ રોડ, લીલાના વાડા પાસે જાહેરમાં જુગાર રમી રહેલાં જીવાભાઇ માલસીભાઇ ગોરડીયા, નીતીનભાઇ નથુભાઇ પરમાર, અજયભાઇ મુળજીભાઇ મકવાણા, ખીમજીભાઇ હીરાભાઇ માતંગ નામના ચાર શખ્સોને રૂા.10100ની રોકડ સાથે ઝડપી લીધા હતા. તેમજ શહેરના રામનગર શેરી નં.6, શંકરટેકરી પાસે જાહેરમાં સ્ટ્રીટ લાઇટના અજવાળે જુગારનો પાટલો માંડી પૈસાની હારજીત કરી રહેલાં ટમુભા બચુભા પરમાર, ચમનભાઇ ધરમશીભાઇ પરમાર, જિતેશભાઇ કાળુભાઇ સવાસડીયા, રવીભાઇ અમુભાઇ સોલંકી, બિપિનભાઇ અમુભાઇ સોલંકી, રાજેંદ્રસિંહ સુખુભા ગોહીલ, નરેશભાઇ બાબુભાઇ સોલંકી, સુનીલભાઇ જેન્તીલાલ ભદ્રા નામના આઠ શખ્સોને રૂા.10400 ની રોકડ સાથે ઉઠાવી લીધા હતાં.
આ ઉપરાંત જામનગર નજીકના ખીમલિયા ગામે અવસર પાર્ટી પ્લોટની બાજુમાં ખુલ્લામાં પટમાં જુગાર રમી રહેલાં ઘોઘો બાબુભાઈ ઝિંઝુવાડીયા, કિશન દેવાભાઈ વાઘેલા, વિજય જગદીશભાઈ ઝિંઝુવાડીયા, રોહીત જગદીશભાઈ ઝિંઝુવાડીયા નામના ચાર પંટરોને ઝડપી લીધા હતા. પોલીસે તમામ શખ્સો પાસેથી રૂા.6200 ની રોકડ કબ્જે કરી છે.