
– બાદબાકી કરાયેલા મતદારોને સુપ્રીમમાં મોટી રાહત
– યાદીમાંથી હટાવાયેલા મતદારોને દાવા અરજી કરવામાં કેટલા પક્ષોએ મદદ કરી ? : સુપ્રીમે રિપોર્ટ માગ્યો
નવી દિલ્હી : ચૂંટણી પંચ દ્વારા બિહારમાં મતદારોનું વેરિફિકેશન કરાઇ રહ્યું છે, જ્યારે પશ્ચિમ બંગાળમાં પણ આ પ્રક્રિયા શરૂ કરવામાં આવે તેવી શક્યતા છે. એવામાં સુપ્રીમ કોર્ટે ચૂંટણી પંચને કહ્યું છે કે મતદારોના વેરિફિકેશન દરમિયાન તેમની ઓળખ માટ જે દસ્તાવેજો સ્વીકારાય છે તેમાં આધાર કાર્ડનો પણ સ્વીકાર કરવો જ પડશે.









