– હાલ સ્થિતિ ગંભીર : પોલીસે તપાસ હાથ ધરી
– પોલીસ કર્મચારીએ ઝેરી દવા ગટગટાવી લેતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા
સુરેન્દ્રનગર : ચુડા પોલીસ મથકના હેડકોન્સ્ટેબલે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યાનો પ્રયાસ કરતા ગંભીર હાલતમાં સારવાર માટે ખસેડાયા છે. પોલીસ કર્મીએ ક્યા કારણોસર પગલું ભર્યું છે તેને લઇ પોલીસે તપાસ હાથ ધરી છે.
ચુડા પોલીસ માથકમાં હેડ કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવતા રાજેશ મીઠાપરાએ તાલુકાના ગોરખવડા ગામમાં વાડી વિસ્તારમાં દવા પી આત્મહત્યાનો પ્રયાસ કર્યો હતો. હેડ કોન્સ્ટેબલને ગંભીર હાલતમાં સુરેન્દ્રનગરની ખાનગી હોસ્પિટલમાં સારવાર માટે લાવવામાં આવ્યા છે. જોકે તેમની તબિયત ગંભીર હોવાથી હાલ આઈસીયુ વિભાગમાં દાખલ કરવામાં આવ્યા છે. બનાવ અંગ પોલીસે તપાસ શરૃ કરી છે. રાજેશ મીઠાપરાએ કયા કારણોસર ઝેરી દવા પી અને આત્મહત્યા કરવામાં આવી છે તેનું ચોક્કસ કારણ હજુ સુધી બહાર આવ્યું નથી. ડીવાયએસપી પણ ઘટનાને લઇ અને હોસ્પિટલે પહોંચ્યા છે અને આ મુદ્દે તપાસના આદેશ આપવામાં આવ્યા છે.