Jamnagar Police : દાહોદ પંથકમાંથી યુવતીનું અપહરણ કરી નાસી છૂટેલો આરોપી જામનગર પંથકમાં આવ્યો હોવાની બાતમીના આધારે એસઓજી પોલીસે સપડા ગામની એક વાડીમાંથી ઝડપી લીધો હતો. અને તેની સાથે ભોગ બનનારનો પણ કબજો મેળવ્યો હતો.
જામનગર એસઓજી પોલીસને બાતમી મળી હતી કે, દાહોદના સુખસર પોલીસ સ્ટેશનમાં નોંધાયેલા અપહરણના ગુન્હામાં નાસતો ફરતો આરોપી અશ્વીન નવીનભાઈ ગરાસીયા (રહે.બાબરોલ, તા. સંતરાપુર, જિ. મહિસાગર) હાલ સપડા, જામનગર ગામમાં એક વાડીમાં ખેતમજૂરી કામ કરે છે તેવી બાતમીના આધારે એસઓજી પોલીસ સ્ટાફે દરોડો પાડી આરોપીને ઝડપી લીધો હતો. આ ઉપરાંત ભોગ બનનારનો પણ પોલીસે કબજો મેળવ્યો હતો. જામનગર પોલીસ દ્વારા આરોપી બાબતની જાણ દાહોદ પોલીસને કરવામાં આવી છે.