gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ટેરિફની દલાલ સ્ટ્રીટ પર આડઅસર : વિદેશી રોકાણકારોનો 1.8 અબજ ડોલરનો આઉટફલો | Tariffs’ side effects on …

G METRO NEWS by G METRO NEWS
August 24, 2025
in Business
0 0
0
ટેરિફની દલાલ સ્ટ્રીટ પર આડઅસર : વિદેશી રોકાણકારોનો 1.8 અબજ ડોલરનો આઉટફલો | Tariffs’ side effects on …
1
VIEWS
Share on FacebookShare on Twitter

અમદાવાદ : ભારત પ્રત્યે અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પના અણગમાને કારણે ભારતીય શેરબજાર પર ભારે દબાણ જોવા મળી રહ્યું છે. વિદેશી રોકાણકારો દલાલ સ્ટ્રીટથી દૂર થઈને અન્ય આકર્ષક બજારો તરફ વળી રહ્યાંના સંકેતો આંકડા આપી રહ્યાં છે. 

છેલ્લા કેટલાક અઠવાડિયામાં વૈશ્વિક રોકાણકારોનું ભારત તરફનું વલણ ઝડપથી બદલાયું છે. ભારત આધારિત ઈક્વિટી ફંડોમાંથી મોટાપાયે વિદેશી રોકાણકારો નાણાં ઉપાડી રહ્યા છે, જ્યારે ચીન અને હોંગકોંગ ફંડોમાં રોકાણ વધી રહ્યું છે. એલારા કેપિટલના તાજેતરના અહેવાલ મુજબ, છેલ્લા ચાર અઠવાડિયામાં ભારત-કેન્દ્રિત ફંડોમાંથી ૧.૮ અબજ ડોલરનો ઉપાડ થયો છે. આંકડો છેલ્લા ૭ મહિના એટલેકે જાન્યુઆરી બાદનો સૌથી મોટો ઉપાડ છે. 

બીજી તરફ, ચાઈનીઝ ફંડોમાં ૩ બિલિયન ડોલર અને હોંગકોંગ ફંડોમાં ૪.૫ બિલિયન ડોલરનું રોકાણ થયું છે. આ ફેરફાર ઉભરતા બજારોમાં રોકાણ વલણમાં મોટો ઉલટફેર દર્શાવે છે, જે ૨૦૨૩થી ૨૦૨૪ સુધી ભારતની તરફેણમાં જ હતો.

આંકડા દર્શાવે છે કે આ ફેરફાર ઓક્ટોબર, ૨૦૨૪માં યુએસ રાષ્ટ્રપતિની ચૂંટણીમાં ડોનાલ્ડ ટ્રમ્પની જીત પછીથી શરૂ થયો હતો. ટ્રમ્પની તાજપોશી બાદથી ભારતમાંથી ૩.૭ અબજ ડોલરનો આઉટફ્લો જોવા મળ્યો છે, જ્યારે ચીનમાં ૫.૪ અબજ ડોલરનો ઇનફ્લો જોવા મળ્યો છે. આ સ્થિતિ માર્ચ, ૨૦૨૪ અને સપ્ટેમ્બર ૨૦૨૪ વચ્ચેના સમયગાળાથી તદ્દન વિપરીત છે, જ્યારે ભારતમાં ૨૯ અબજ ડોલરનો ઈન્ફલો જોવા મળ્યો હતો અને ચીનમાં ૨૬ અબજ ડોલરનો આઉટફલો જોવા મળ્યો હતો.

એલારા કેપિટલના અહેવાલ અનુસાર તાજેતરના ૧.૮ અબજ ડોલરના આઉટફ્લોમાંથી ૧ અબજ ડોલર એક્સચેન્જ ટ્રેડેડ ફંડો અને ૭૭ કરોડ ડોલર એક્ટિવ ફંડોમાંથી પરત ખેંચાતા હતા. એપ્રિલમાં ટ્રમ્પના ટેરિફ ડર પછી ઇનફ્લો મોટે ભાગે ઈટીએફમાં કેન્દ્રિત હતો, પરંતુ ઓક્ટોબરથી લાંબા સમયથી ચાલતા ફંડો સતત આઉટફ્લોના દબાણ હેઠળ છે. 

વિઝડમટ્રી, ઇન્વેસ્કો, શ્રોડર, અમુન્ડી અને ફ્રેન્કલિન ઇન્ડિયા જેવા મોટા વૈશ્વિક ફંડોમાં ભારે વેચાણ જોવા મળ્યું છે અને ખાસ કરીને તેમના લાર્જ-કેપ કેન્દ્રિત વ્યૂહરચનાઓના ફંડોમાંથી મોટો ઉપાડ નોંધાયો છે. જોકે સ્થાનિક ફંડો દ્વારા મજબૂત ખરીદીએ આ વેચાણની અસરને અમુક અંશે સરભર કરી છે.

ભારતમાં ૪૧ ફંડોએ હિસ્સો ઘટાડયો રોકાણ ૧૧૦ બેસિસ પોઈન્ટ ઘટયું

નોમુરાના તાજેતરના અહેવાલમાં ભારતમાં રોકાણકારોના ઘટતા વિશ્વાસ પર પણ પ્રકાશ પાડવામાં આવ્યો છે. ૪૫ મોટા ઉભરતા બજાર ભંડોળના વિશ્લેષણમાં જાણવા મળ્યું છે કે જુલાઈમાં ભારતમાં રોકાણ ૧૧૦ બેસિસ પોઈન્ટ ઘટયું હતું અને ૪૧ ફંડોએ તેમનો હિસ્સો ઘટાડયો હતો. એમએસસીઆઈ ઈમર્જીંગ માર્કેટ ઇન્ડેક્સની તુલનામાં ભારત હવે ૨.૯ ટકા ટકા અન્ડરવેઈટ છે. ભારતમાં ૭૧ ટકા ફંડો અન્ડરવેઈટેજ છે, જે જૂનમાં માત્ર ૬૦ ટકા હતા. બીજી તરફ હોંગકોંગ, ચીન અને દક્ષિણ કોરિયામાં રોકાણ વધ્યું છે, જેમાં અનુક્રમે ૮૦, ૭૦ અને ૪૦ બેસિસ પોઈન્ટનો વધારો થયો છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
સર ટી.હોસ્પિટલમાં તાવ, શરદી-ઉધરસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો | Significant rise in fever cold and coug…

સર ટી.હોસ્પિટલમાં તાવ, શરદી-ઉધરસના કેસોમાં નોંધપાત્ર ઉછાળો | Significant rise in fever cold and coug...

29 મીએ ભાવનગરથી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will run between Bhavnagar and…

29 મીએ ભાવનગરથી બાંદ્રા વચ્ચે સ્પેશિયલ ટ્રેન દોડાવાશે | Special train will run between Bhavnagar and...

ચીનની ફેશન જ્વેલરીની વધતી હાજરીથી સ્થાનિક ઉદ્યોગ સામે તોળાઈ રહેલું જોખમ | The growing presence of Ch…

ચીનની ફેશન જ્વેલરીની વધતી હાજરીથી સ્થાનિક ઉદ્યોગ સામે તોળાઈ રહેલું જોખમ | The growing presence of Ch...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How …

ડઝનબંધ વિમાનો : છેતરામણી તરકીબો વાપરી યુ.એસે. કઈ રીતે F-15 પાયલોટને બચાવ્યો | Dozens of planes: How …

3 months ago
જામનગરમાં જાહેર રસ્તા પર વૃક્ષ ઘરસાઈ થતાં અફડાતફડી , એક બાઇક દબાયું : અન્ય કોઈ જાનહાની નહીં | A tree…

જામનગરમાં જાહેર રસ્તા પર વૃક્ષ ઘરસાઈ થતાં અફડાતફડી , એક બાઇક દબાયું : અન્ય કોઈ જાનહાની નહીં | A tree…

8 months ago
‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભામા, ગેનીબેનન…

‘ગુજરાતમાં ભાજપે વોટ ચોરીનું મોડલ ઊભું કર્યું’ અમદાવાદમાં કોંગ્રેસની ‘વોટર અધિકાર’ જનસભામા, ગેનીબેનન…

10 months ago
શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા | The theft of idols on Shetrunjya moun…

શેત્રુંજ્ય પર્વત પર થયેલ મૂર્તિ ચોરીના જૈન સમાજમાં ઘેરા પડઘા | The theft of idols on Shetrunjya moun…

2 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News