Vadodara Liquor Smuggling : દારૂની હેરાફેરી માટે બુટલેરો દ્વારા જુદા-જુદા અખતરા અજમાવવામાં આવતા હોવા છતાં અનેક કિસ્સાઓમાં પોલીસના હાથે પકડાઈ જતા હોવાના કિસ્સા બની રહ્યા છે.
વડોદરાના છાણી વિસ્તારમાં દશરથ ખાતે નવદુર્ગા સોસાયટી પાસેથી આવી જ રીતે પાણીનો જગ લઈ જતા એક યુવકને પોલીસે અટકાવી તપાસ્યો હતો. પહેલા તો યુવકે આનાકાની કરી હતી પરંતુ પોલીસે પાણીનો જગ કબજે કરી તપાસતા અંદરથી દારૂની પાંચ બોટલ મળી હતી.
પોલીસની પૂછપરછમાં પકડાયેલા યુવકનું નામ અજય દિનેશભાઈ સોલંકી (રહે-દશરથ ઇન્દિરા નગર) પાસે હોવાનું ખુલ્યું હતું. પોલીસે દારૂ અને જગ કબજે કરી વધુ તપાસ હાથ ધરી છે.