નવી દિલ્હી,૧૬ જૂન,૨૦૨૫,સોમવાર
જયારે માણસ પર આફત આવે ત્યારે જ તેને પોતાની પાસે રહેલા સુખની કિંમત સમજાય છે. ૧૨ જુને બપોરે એર ઇન્ડિયાના 171 વિમાન અમદાવાદથી લંડન જઇ રહયું હતું તે ટેક ઓફની માત્ર એક જ મિનિટમાં તૂટી પડતા પ્રવાસીઓ અને ક્રુ મેમ્બર સહિત 241 લોકોના મુત્યુ થયા હતા. આ દુર્ઘટનાથી અનેક પરીવારોના માળા વિંખાઇ ગયા છે. લોકોના આંસુઓ રોકાતા નથી કરુણાંતિકાએ અનેકને વિચારતા કરી દે છે.