Kunal Kamra Controversy: મહારાષ્ટ્રના ડેપ્યુટી સીએમ અને શિવસેના પ્રમુખ એકનાથ શિંદે મુદ્દે વિવાદોમાં ફસાયેલા કોમેડિયન કુણાલ કામરાને કોર્ટે રાહત આપી છે. કામરાની મદ્રાસ હાઈકોર્ટમાં આગોતરા જામીનની અરજી સ્વીકારી લેવામાં આવી છે. જેથી કામરાની સાત એપ્રિલ સુધી ધરપકડ કરવામાં આવશે નહીં. પોલીસે તેને 31 માર્ચ સુધીમાં હાજર થવા સમન્સ પાઠવ્યા હતા.
જનસુરાજ પાર્ટીના પ્રમુખ પ્રશાંત કિશોર કુણાલના સમર્થનમાં ઉતર્યા છે.