image : social media
Vadodara Chain Snatching : વડોદરાના માંજલપુરમાં સન સીટી સર્કલ પાસે નિર્માણપાર્ક સોસાયટીમાં રહેતા 82 વર્ષના ઉર્મિલાબેન પ્રમોદકુમાર સોલંકી ગઈકાલે બપોરે સવારે 01:00 વાગે પૌત્રના મોપેડ પર બેસીને માંજલપુર સ્મશાન રોડ પર આવેલા મંગલેશ્વર મહાદેવના મંદિરે દર્શન કરવા ગયા હતા અને ત્યારબાદ પૌત્ર ત્યાંથી જતો રહ્યો હતો. ઉર્મિલાબેન દર્શન કરીને બહાર નીકળ્યા ત્યારે 35 વર્ષની એક મહિલા તેમને મળી હતી અને કહ્યું કે માજી હું તમને રિક્ષામાં તમારે ઘરે મૂકી જઈશ તેમ કહી તેઓને મંદિરની બહાર લઈ આવી હતી.
વરસાદ ચાલુ હોવાથી રીક્ષા નહીં મળતા મહિલા ઉર્મિલાબેનને હાથ પકડીને ચાલતી ચાલતી લઈ ગઈ હતી. થોડે દૂર જઈને ઉર્મિલાબેનને પાળી પર બેસાડી મહિલાએ કહ્યું કે માજી એકલા હોય ત્યારે ગળામાં સોનાની વસ્તુઓ પહેરવી નહીં. ત્યારબાદ આ મહિલા ઉર્મિલાબેન સાથે ઝપાઝપી કરી બે તોલા વજનનું સોનાનો ડોકિયું તોડીને ભાગી ગઈ હતી. ઉર્મિલાબેનને ઘરે જઈને પરિવારજનોને વાત કરી હતી.