PM Modi Road Show in Ahmedabad Gujarat: વડાપ્રધાન નરેન્દ્ર મોદી અમદાવાદ એરપોર્ટ પરથી નિકોલમાં આયોજિત રોડ શૉ માટે રવાના થઈ ગયા છે. વડાપ્રધાન મોદી 25 અને 26 ઓગસ્ટે ગુજરાતના બે દિવસીય પ્રવાસે છે. આ દરમિયાન તેઓ અમદાવાદના નિકોલ વિસ્તારમાં જનસભા સંબોધિત કરશે. આ પ્રસંગે તેઓ રૂ. 5477 કરોડથી પણ વધુના વિકાસકાર્યોનું લોકાર્પણ કરશે.
PM મોદીનો રોડ શો લાઈવ :
ઍરપોર્ટથી નિકોલ-ખોડલધામ સુધી રોડ શૉ
વડાપ્રધાન મોદીની ગુજરાત મુલાકાતને પગલે અમદાવાદમાં ઍરપોર્ટથી માંડીને નિકોલ-ખોડલધામ સુધી રોડ શો યોજવાની સજ્જડ તૈયારી કરાઈ છે. આ સમગ્ર રસ્તા પર સાંસ્કૃતિક કાર્યક્રમો માટે ખાસ સ્ટેજ ઊભા કરાયા છે. પીએમ મોદી નિકોલમાં જનસભા સંબોધતા પહેલા હરિદર્શન ચાર રસ્તાથી લઈને નિકોલ ખોડલ ધામ ગ્રાઉન્ડ સુધી દોઢ કિ.મી. લાંબો રોડ શૉ કરશે.
રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને રૂ 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ
અમદાવાદમાં વડાપ્રધાન મોદીના હસ્તે રુ. 2209 કરોડના પ્રોજેક્ટ્સનું ખાતમૂહુર્ત અને રૂ 916 કરોડના પ્રોજેક્ટ્સનું લોકાર્પણ કરાશે. રૂ. 133 કરોડથી વધુના ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના(શહેરી)ના આઈએસએસઆર ઘટક હેઠળ રામાપીરના ટેકરાના સેક્ટર-3ની ઝૂંપડપટ્ટીના વિકાસનું પણ લોકાર્પણ કરાશે. આ ઉપરાંત શેલા, મણિપુર, ગોધાવી, સનાથલ અને તેલાવ માટે સ્ટ્રોમ વાન્ટર ડ્રેનેજ સિસ્ટમ સહિત અમદાવાદ શહેરના અન્ય પ્રોજેક્ટ્સનું પણ ખાતમૂહુર્ત કરાશે.
આ પણ વાંચો: PM મોદીની ડિગ્રી સાથે જોડાયેલી માહિતી નહીં આપીએ, દિલ્હી હાઈકોર્ટે રદ કર્યો CICનો આદેશ
સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું પણ ખાતમુહૂર્ત
અમદાવાદ (પશ્ચિમ)માં સ્ટેમ્પ્સ એન્ડ રજિસ્ટ્રેશન ભવનનું ખાતમુહૂર્ત પણ કરાશે. આ ઉપરાંત અમદાવાદ શહેરની ટ્રાફિક સમસ્યા હળવી કરવા અને માળખાગત સુવિધામાં અદ્યતન સુધારો કરવા બે તબક્કામાં હાઇબ્રિડ એન્યુઇટી મોડ હેઠળ ચાર માર્ગીય વ્યવસ્થા છ માર્ગીય બનાવશે. આ પ્રોજેક્ટ કુલ ખર્ચ રૂ.1624 કરોડનો ખર્ચ કરાશે. આ ઉપરાંત ગાંધીનગરમાં પણ વડાપ્રધાન મોદીના હસ્તે રૂ. 555 કરોડના વિકાસ કાર્યોનું લોકાર્પણ કરાશે.