gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home GUJARAT

બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ | 100 percent of the season rainfall in 3 talukas of…

G METRO NEWS by G METRO NEWS
August 26, 2025
in GUJARAT
0 0
0
બોટાદ જિલ્લાના 3 તાલુકામાં સિઝનનો 100 ટકા વરસાદ | 100 percent of the season rainfall in 3 talukas of…
1
VIEWS
Share on FacebookShare on Twitter

– નદી, નાળા, વોકળા, જળાશયો છલકાતા સિંચાઈ-પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે

– ગઢડા અને બરવાળામાં 28 ઈંચથી વધુ, બોટાદમાં 27 ઈંચ જેટલો અને રાણપુરમાં 15.68 ઈંચ વરસાદ વરસ્યો

ભાવનગર : બોટાદ જિલ્લામાં સતત ત્રીજા વર્ષે ચોમાસુ સો આની રહે તેવા સંજોગો વર્તાઈ રહ્યા છે. ત્રણ તાલુકામાં સિઝનનો સરેરાશ ૧૦૦ ટકાથી વધુ વરસાદ વરસી ચુક્યો છે. એક માત્ર રાણપુરમાં મેઘરાજાના રૂઠમણાં રહ્યા છે. ગઢડા અને બરવાળામાં ૨૮ ઈંચથી વધુ, બોટાદમાં ૨૭ ઈંચ જેટલો અને રાણપુરમાં ૧૫.૬૮ ઈંચ પાણી વરસ્યું છે.

બોટાદ જિલ્લામાં ઓણ સાલ ચોમાસાની ઋતુમાં શ્રીકાર વર્ષા થઈ છે. બોટાદ, ગઢડા અને બરવાળા પંથકમાં મેઘરાજા મનમુકીને વરસતા ૨૪મી ઓગસ્ટની સ્થિતિએ જિલ્લામાં સરેરાશ ૬૧૭.૭૫ મિ.મી. (૯૬.૫૨ ટકા) વરસાદ વરસી ચુક્યો છે. જેના કારણે જિલ્લામાં સરેરાશ ૧૦૦ ટકા મેઘમહેરમાં હવે માત્ર એક ઈંચથી પણ ઓછા વરસાદની જરૂરિયાત છે. ચોમાસાની ઋતુના પ્રારંભે જ ધોધમાર વરસાદના કારણે નદી, નાળા, વોકળા, જળાશયો છલકાતા લોકોને સિંચાઈ અને પીવાના પાણીની સમસ્યામાંથી મુક્તિ મળશે તેવી આશા છે.

આ વર્ષે ચોમાસા દરમિયાન બોટાદમાં સરેરાશ ૬૨૫ મિ.મી.ની સામે ૨૪મી ઓગસ્ટ સુધીમાં ૬૭૦ મિ.મી. (૧૦૭.૨૦ ટકા), બરવાળામાં ૬૮૨ મિ.મી.ની સામે ૭૦૧ મિ.મી. (૧૦૨.૭૯ ટકા) અને ગઢડા પંથકમાં ૬૧૬ મિ.મી.ની સામે ૭૦૮ મિ.મી. (૧૧૪.૯૪ ટકા) વરસાદ વરસી ચુક્યો છે. એક માત્ર રાણપુરમાં ૬૩૭ મિ.મી.ની સામે હજુ માંડ ૩૯૨ મિ.મી. (૬૧.૫૪ ટકા) વરસાદ થયો છે.

પાછલા 2 વર્ષમાં 114 ટકાથી વધુ વરસાદ વરસ્યો

બોટાદ જિલ્લામાં વર્ષ ૨૦૨૩માં ૧૧૪.૨૧ ટકા અને વર્ષ ૨૦૨૪માં ૧૧૪.૨૨ ટકા વરસાદ થયો હતો. આ વર્ષે ૧૦૦ ટકા વરસાદમાં હવે માત્ર ૨૨.૨૫ મિ.મી. મેઘમહેરની જ ઘટ છે. જે ઘટ આગામી થોડા દિવસોમાં ભરાતા ૧૦૦ ટકા વરસાદની હેટ્રિક થવાનો આશાવાદ વ્યક્ત કરાયો છે.

3 જળાશય ઓવરફ્લો, બે ડેમમાં અર્ધોથી વધુ જળ સંગ્રહીત

બોટાદ જિલ્લામાં સાર્વત્રિક મેઘમહેરના કારણે આજની સ્થિતિએ ત્રણ ડેમ ઓવરફ્લો છે. ખાંભડા ડેમમાં ૧૫૦ ક્યુસેક, કાળુભારમાં ૩૦૦ ક્યુસેક અને ગોમા ડેમમાં ૬૩ ક્યુસેક પાણીની આવક-જાવક શરૂ છે. તેમજ લીંબાડી અને કાનિયાડ ડેમમાં ૪૦-૪૦ ક્યુસેક પાણીની માત્ર આવક શરૂ છે. બે ડેમમાં અર્ધોથી વધુ જળ સંગ્રહીત છે. લીંબાડી ડેમ ૬૩.૪૪ ટકા અને કાનિયાડ ડેમ ૭૩.૩૮ ટકા ભરેલો હોવાનું સિંચાઈ વિભાગમાંથી જાણવા મળ્યું છે.

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી
GUJARAT

ભક્તરાજ દાદા ખાચર મહાવિદ્યાલયમાં ‘संस्कृत-चेतना-युवोत्सवः’ ની ભવ્ય ઉજવણી

August 17, 2026
वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …
GUJARAT

वारून फॉरएवर’ के लिए साथ आए श्रेया घोषाल और रोमी, एक्सेल एंटरटेनमेंट और अमेजन MGM स्टूडियोज ने जारी …

August 16, 2026
ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન
GUJARAT

ભગવાન જગન્નાથજીની છત્રછાયામાં ભવ્ય લોક ડાયરાનું કરાયું ભવ્ય આયોજન

August 16, 2026
Next Post
આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand …

આણંદ અમૂલ ડેરીની ચૂંટણી માટે વધુ 23 ઉમેદવારીપત્રો ભરાયા | 23 more nomination papers filed for Anand ...

મહાનગરપાલિકાના ટેમ્પલબેલની અડફેટે આવી જતા 17 વર્ષિય સગીરનું મોત | 17 year old minor dies after being…

મહાનગરપાલિકાના ટેમ્પલબેલની અડફેટે આવી જતા 17 વર્ષિય સગીરનું મોત | 17 year old minor dies after being...

વિદ્યાનગરમાં 9 મહિના બાદ પકડાયેલું દંપતી જેલ હવાલે | Couple arrested after 9 months in Vidyanagar re…

વિદ્યાનગરમાં 9 મહિના બાદ પકડાયેલું દંપતી જેલ હવાલે | Couple arrested after 9 months in Vidyanagar re...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

કડાણા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદીમાં પૂર : સિંધરોટ સહિત નીચાણવાળા ગામોમાં પાણી ફરી…

કડાણા ડેમમાંથી 1.50 લાખ ક્યુસેક પાણી છોડાતા મહી નદીમાં પૂર : સિંધરોટ સહિત નીચાણવાળા ગામોમાં પાણી ફરી…

12 months ago
મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકદાયદે ખનન ઝડપાયું, | Illegal mining caught on owned land in Ke…

મોટા કેરાળામાં માલિકીની જમીનમાંથી ગેરકદાયદે ખનન ઝડપાયું, | Illegal mining caught on owned land in Ke…

7 months ago
ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો | Brother attacks sister who went to demand…

ઉછીના આપેલા રૂ.15,000 પરત લેવા ગયેલી બહેન પર ભાઈનો હુમલો | Brother attacks sister who went to demand…

12 months ago
2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા | After a record in 2025 IPO sector is sluggish in 2…

2025માં રેકોર્ડ બાદ 2026માં IPO ક્ષેત્રે નિરસતા | After a record in 2025 IPO sector is sluggish in 2…

6 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News