એન્ટી મની લોન્ડરિંગ એક્ટ હેઠળ પગલાં
રોકાણકારોની ફરિયાદો પછી ઉત્તર પ્રદેશ પોલીસે દાખલ કરેલી એફઆઇઆરને આધારે ઇડીએ કાર્યવાહી હાથ ધરી
નવી દિલ્હી: ઉત્તર પ્રદેશના બાઇકબોટ નામના પોન્ઝી કૌભાંડના સંદર્ભમાં એન્ટી મની લોન્ડરિંગ કાયદા હેઠળ ૩૯૪ કરોડ રૂપિયાથી વધુની સંપત્તિ ટાંચમાં લેવામાં આવી છે તેમ એન્ફોર્સમેન્ટ ડિરેક્ટોરેટ (ઇડી)એ એક નિવેદનમાં જણાવ્યું છે.
ઇડીના જણાવ્યા અનુસાર આ સંપત્તિઓ કામાખ્યા એજયુકેશન એન્ડ સોશિયલ વેલ્ફેર ટ્રસ્ટ, કામાખ્યા એજયુકેશન સોસાયટી, ગુરુનાનક ચેરિટેબલ ટ્રસ્ટ, અલ્પાઇન ટેકનિકલ એજયુકેશન સોસાયટી, એપી ગોયલ ચેરિટેબલ ટ્રસ્ટ અને મીના આનંદ નામની એક વ્યકિતના નામે છે. સંઘીય તપાસ એજન્સીએ એક નિવેદનમાં જણાવ્યું છે કે ટાંચમાં લેવામાં આવેલી સંપત્તિઓનું કુલ મૂલ્ય ૩૯૪.