મુંબઈ : અમેરિકી પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પની વિશ્વ પર ટેરિફના નામે જોહુકમીને લઈ વિશ્વના અનેક દેશો નારાજ હોઈ અમેરિકા વિરૂધ્ધ ભારત, ચાઈના અને રશીયા એક મંચ પર આવી જતાં વિશ્વ હવે બેફાટામાં વહેંચાઈ ગયું હોઈ વૈશ્વિક બજારોમાં અનિશ્ચિતતા વચ્ચે ભારતીય બજારોમાં આજે આ પ્રમુખ પરિબળ સાથે જીડીપી વૃદ્વિના પ્રોત્સાહક આંકડા અને જીએસટી કાઉન્સિલની મળનારી મીટિંગના આકર્ષણે ફરી શેરોમાં ઓલ રાઉન્ડ તેજી થઈ હતી. જીએસટી કાઉન્સિલની મીટિંગમાં માળખાના સરળીકરણ સાથે અનેક ચીજો પરના જીએસટી દરમાં ઘટાડો થવાની અપેક્ષા અને જીડીપી વૃદ્વિના પ્રોત્સાહક આંકડા સાથે મેક ઈન ઈન્ડિયાને મોદી સરકારના પ્રોત્સાહને લોકલ ફંડોએ શેરોમાં મોટી તેજી કરી હતી. વાહનોની પરના જીએસટી દરમાં ઘટાડાની અપેક્ષાએ ઓટોમોબાઈલ તેમ જ કેપિટલ ગુડઝ-પાવર, કન્ઝયુમર ડયુરેબલ્સ શેરોમાં મોટી ખરીદી સાથે આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરો, મેટલ-માઈનીંગ, ઓઈલ-ગેસ, બેંકિંગ શેરોમાં આકર્ષણ રહ્યું હતું. સેન્સેક્સ ૫૫૪.૮૪ પોઈન્ટ ઉછળીને ૮૦૩૬૪.૪૯ અને નિફટી સ્પોટ ૧૯૮.૨૦ પોઈન્ટ વધીને ૨૪૬૨૫.૦૫ બંધ રહ્યા હતા.
ઓટો ઈન્ડેક્સની ૧૪૯૮ પોઈન્ટની છલાંગ : ટીઆઈ રૂ.૧૮૦, બજાજ રૂ.૩૩૨, મહિન્દ્રા રૂ.૧૧૭ ઉછળ્યા
વાહનો પરના જીએસટી દરમાં ઘટાડાની અપેક્ષા અને પ્રીમિયમ મોટરસાયકલ પરના દરમાં વધારાની ધારણા વચ્ચે આજે ઓટો શેરોમાં મોટી ખરીદી થઈ હતી. આ સાથે ચાઈના સાથે સંબંધો સુધરતા રેર અર્થની આયાત ફરી સરળ બનવાથી ઈલેક્ટ્રિક વાહનોના ક્ષેત્રે પોઝિટીવ ડેવલપમેન્ટની અસર જોવાઈ હતી. ટીઆઈ ઈન્ડિયા રૂ.૧૭૯.૬૫ ઉછળીને રૂ.૩૧૪૧.૪૦, મધરસન સુમી રૂ.૩.૯૬ વધીને રૂ.૯૬.૭૫, એક્સાઈડ ઈન્ડસ્ટ્રીઝ રૂ.૧૬.૪૦ વધીને રૂ.૪૧૨.૪૫, બજાજ ઓટો રૂ.૩૩૧.૩૫ વધીને રૂ.૮૯૬૧.૯૫, મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા રૂ.૧૧૬.૮૫ વધીને રૂ.૩૩૧૫, ઉનો મિન્ડા રૂ.૪૨.૨૫ વધીને રૂ.૧૩૨૦, ટાટા મોટર્સ રૂ.૨૧.૨૦ વધીને રૂ.૬૯૦, હીરો મોટોકોર્પ રૂ.૧૫૪.૮૫ વધીને રૂ.૫૨૪૨.૧૫, આઈશર મોટર્સ રૂ.૧૮૦.૭૫ વધીને રૂ.૬૨૮૨.૦૫, એમઆરએફ રૂ.૩૫૫૬.૩૫ વધીને રૂ.૧,૪૪,૬૬૫, ટીવીએસ મોટર રૂ.૭૮.૨૦ વધીને રૂ.૩૩૫૬ રહ્યા હતા. બીએસઈ ઓટો ઈન્ડેક્સ ૧૪૯૭.૬૫ પોઈન્ટ ઉછળીને ૫૭૪૫૭.૫૦ બંધ રહ્યો હતો.
કેપિટલ ગુડઝ શેરોમાં ફરી તેજી : આરવીએનએલ, કાર્બોરેન્ડમ, ગ્રાઈન્ડવેલ, ભારત ડાયનામિક્સ વધ્યા
કેપિટલ ગુડઝ-પાવર શેરોમાં ફરી ફંડોએ મોટાપાયે ખરીદી કરતાં તેજીનું તોફાન જોવાયું હતું. બીએસઈ કેપિટલ ગુડઝ ઈન્ડેક્સ ૧૨૬૦.૦૧ પોઈન્ટ ઉછળીને ૬૬૬૭૭.૦૯ બંધ રહ્યો હતો. આરવીએનએલ રૂ.૪.૮૦ વધીને રૂ.૩૩૫.૬૦, કાર્બોરેન્ડમ યુનિવર્સલ રૂ.૧૧.૨૫ વધીને રૂ.૯૯૮, ગ્રાઈન્ડવેલ રૂ.૧૩.૭૫ વધીને રૂ.૧૫૮૪.૫૦, ભારત ડાયનામિક્સ રૂ.૮.૬૫ વધીને રૂ.૧૧૨૭, થર્મેક્સ રૂ.૨૫ વધીને રૂ.૩૩૦૦, કલ્પતરૂ પાવર રૂ.૪.૭૫ વધીને રૂ.૮૮૦, શેફલર રૂ.૧૯.૫૫ વધીને રૂ.૩૨૫૫.૦૫ રહ્યા હતા.
જીએસટીમાં ઘટાડાની અપેક્ષાએ ડિક્સન રૂ.૯૦૫, અંબર એન્ટર. રૂ.૩૭૦, બ્લુ સ્ટાર રૂ.૪૧ ઉછળ્યા
કન્ઝયુમર ડયુરેબલ્સ પરના જીએસટી દરમાં ઘટાડો થવાની અપેક્ષાએ આજે કન્ઝયુમર ડયુરેબલ્સ કંપનીઓના શેરોમાં ફંડોએ પસંદગીની મોટી ખરીદી રહી હતી. ડિક્સન ટેકનોલોજી રૂ.૯૦૪.૮૫ ઉછળીને રૂ.૧૭,૫૮૫.૫૫, અંબર એન્ટરપ્રાઈસીઝ રૂ.૩૬૯.૫૫ વધીને રૂ.૭૬૨૯.૧૫, પીજી ઈલેક્ટ્રોપ્લાસ્ટ રૂ.૨૩.૫૦ વધીને રૂ.૫૫૬.૫૦, બ્લુ સ્ટાર રૂ.૬૬.૩૦ વધીને રૂ.૧૯૪૮.૯૦, વોલ્ટાસ રૂ.૪૧.૪૦ વધીને રૂ.૧૪૧૪, બર્જર પેઈન્ટસ રૂ.૧૩ વધીને રૂ.૫૪૫.૫૦, એશીયન પેઈન્ટ રૂ.૫૩.૭૦ વધીને રૂ.૨૫૭૧.૧૦ રહ્યા હતા. બીએસઈ કન્ઝયુમર ડયુરેબલ્સ ઈન્ડેક્સ ૧૨૫૨.૧૯ પોઈન્ટ વધીને ૬૧૮૯૦.૩૬ બંધ રહ્યો હતો.
આઈટી શેરોમાં ફરી ઘટાડે મોટું વેલ્યુબાઈંગ : યુનીઈકોમ, રેટગેઈન, એમ્ફેસીસ, માસ્ટેક ઉછળ્યા
આઈટી-સોફ્ટવેર સર્વિસિઝ, ટેકનોલોજી શેરોમાં આજે ફરી ઘટાડે મોટું વેલ્યુબાઈંગ થયું હતું. રિલાયન્સ જિયોના લિસ્ટિંગની તૈયારી અને મેટા તેમ જ ગુગલ સાથે આર્ટિફિશિલ ઈન્ટેલિજન્સ ક્ષેત્રે ભાગીદારી અને ઓપનએઆઈની ભારતમાં ડાટા સેન્ટર સાથે મોટી સ્ટારેટ વિસ્તરણ યોજનાને લઈ શેરોમાં ફંડો ખરીદદાર બન્યા હતા. યુનીઈકોમ રૂ.૯ વધીને રૂ.૧૩૯.૬૫, રેટગેઈન રૂ.૨૫.૯૦ વધીને રૂ.૫૩૭, એમ્ફેસીસ રૂ.૧૩૭.૪૫ વધીને રૂ.૨૯૨૩.૮૫, માસ્ટેક રૂ.૧૦૦.૩૫ વધીને રૂ.૨૫૩૨.૬૫, જેનેસીસ ઈન્ટરનેશનલ રૂ.૨૧.૭૫ વધીને રૂ.૫૮૪.૩૫, ટાટા ટેકનોલોજી રૂ.૨૦.૪૦ વધીને રૂ.૬૭૭.૭૫, કેપીઆઈટી રૂ.૩૫.૭૫ વધીને રૂ.૧૨૨૫ રહ્યા હતા. બીએસઈ આઈટી ઈન્ડેક્સ ૫૫૮.૪૩ પોઈન્ટ ઉછળીને ૩૪૯૯૫.૭૫ બંધ રહ્યો હતો.
મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો લેવાલ : હિન્દુસ્તાન ઝિંક, લોઈડ્સ મેટલ, નાલ્કો, વેદાન્તા, હિન્દાલ્કો વધ્યા
ચાઈના સાથે ભારતના સંબંધો સુધરવા લાગતાં અને ફરી ઈન્ફ્રાસ્ટ્રકચર ક્ષેત્રે મૂડી રોકાણ વધવાની અપેક્ષાએ આજે મેટલ-માઈનીંગ શેરોમાં ફંડો ફરી લેવાલ રહ્યા હતા. હિન્દુસ્તાન ઝિંક રૂ.૧૬.૬૦ વધીને રૂ.૪૩૫.૮૦, લોઈડ્સ મેટલ રૂ.૩૮.૫૫ વધીને રૂ.૧૩૨૮, નાલ્કો રૂ.૫.૫૫ વધીને રૂ.૧૯૧.૭૫, વેદાન્તા રૂ.૧૦.૭૦ વધીને રૂ.૪૩૧.૦૫, હિન્દાલ્કો રૂ.૧૬.૪૦ વધીને રૂ.૭૨૦.૦૫, એપીએલ અપોલો રૂ.૩૨.૮૫ વધીને રૂ.૧૬૩૭.૮૦, જિન્દાલ સ્ટીલ રૂ.૧૯.૩૫ વધીને રૂ.૯૬૪.૯૫ રહ્યા હતા. બીએસઈ મેટલ ઈન્ડેક્સ ૫૧૦.૧૫ પોઈન્ટ વધીને ૩૦૮૯૮.૬૪ બંધ રહ્યો હતો.
ઓઈલ શેરોમાં મજબૂતી : પેટ્રોનેટ એલએનજી, ઓઈલ ઈન્ડિયા, એચપીસીએલ, આઈઓસીમાં ફંડો લેવાલ
ક્રુડ ઓઈલમાં ભારતની રશીયા પાસેથી ઓઈલ ખરીદી ચાલુ રહેવાના અને રશીયા સાથે સંબંધો મજબૂત બનતાં પોઝિટીવ ડેવલપમેન્ટે ફંડોની ઓઈલ-ગેસ શેરોમાં પસંદગીની ખરીદી રહી હતી. પેટ્રોનેટ એલએનજી રૂ.૭.૭૦ વધીને રૂ.૨૭૭.૨૦, ઓઈલ ઈન્ડિયા રૂ.૯.૮૦ વધીને રૂ.૪૦૦.૧૫, એચપીસીએલ રૂ.૯.૩૫ વધીને રૂ.૩૮૫.૨૫, આઈઓસી રૂ.૨.૯૦ વધીને રૂ.૧૩૯.૫૫, ઓએનજીસી રૂ.૪.૯૦ વધીને રૂ.૨૩૮.૭૦ રહ્યા હતા. બીએસઈ ઓઈલ-ગેસ ઈન્ડેક્સ ૪૦૯.૧૭ પોઈન્ટ વધીને ૨૫૯૪૯.૧૭ બંધ રહ્યો હતો.
હેલ્થકેર શેરોમાં પસંદગીનું આકર્ષણ : સોલારા, ગ્રેન્યુઅલ્સ, એનજીએલ, સિગાચી, મોરપેન વધ્યા
હેલ્થકેર-ફાર્માસ્યુટિકલ્સ શેરોમાં આજે પસંદગીનું આકર્ષણ રહ્યું હતું. અમેરિકામાં ટ્રમ્પ સરકારે દવાઓ સસ્તી ઉપલબ્ધ બનાવવા ફાર્મા કંપનીઓને દવાના ભાવો ઘટાડવા દબાણ કરતાં કેટલીક ભારતીય કંપનીઓ પર નેગેટીવ અસરની ધારણાએ ફાર્મા શેરો ઘટયા હતા. અલબત ઘણા શેરોમાં ઘટાડે ખરીદી રહી હતી. આર્ટિમીસ મેડીકેર રૂ.૧૦.૪૦ વધીને રૂ.૨૨૯.૨૦, સોલારા રૂ.૨૭.૮૫ વધીને રૂ.૬૩૯.૯૫, ગ્રેન્યુઅલ્સ રૂ.૨૨ વધીને રૂ.૫૧૩.૯૫, એનજીએલ ફાઈન રૂ.૬૧.૯૫ વધીને રૂ.૧૪૭૦.૯૫, સિગાચી રૂ.૧.૨૨ વધીને રૂ.૩૨.૨૬, મોરપેન લેબ રૂ.૧.૫૦ વધીને રૂ.૪૮.૧૭, એસ્ટ્રાઝેનેકા રૂ.૨૪૫.૭૦ વધીને રૂ.૮૭૧૫.૧૫, આરતી ફાર્મા રૂ.૨૨.૯૫ વધીને રૂ.૮૬૩, અબોટ ઈન્ડિયા રૂ.૮૨૭.૩૦ વધીને રૂ.૩૨,૩૨૫ રહ્યા હતા. બીએસઈ હેલ્થકેર ઈન્ડેક્સ ૧૫૬.૮૬ પોઈન્ટ વધીને ૪૩૭૭૯.૫૬ બંધ રહ્યો હતો.
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં ફંડોની સિલેક્ટ્વિ તેજી : એમસીએક્સ, કેફિનટેક, મોબીક્વિક, ઈન્ડસઈન્ડ વધ્યા
બેંકિંગ-ફાઈનાન્સ શેરોમાં પણ આજે ઘટાડે સિલેક્ટિવ ખરીદી રહી હતી. ઈન્ડસઈન્ડ બેંક રૂ.૮.૯૫ વધીને રૂ.૮૬૭.૬૫, બેંક ઓફ બરોડા રૂ.૧.૨૫ વધીને રૂ.૨૩૮.૪૫ રહ્યા હતા. મોબીક્વિક રૂ.૧૭.૪૫ વધીને રૂ.૨૩૭.૨૫, એમસીએક્સ રૂ.૪૦૬.૬૦ વધીને રૂ.૭૭૯૦.૭૦, મન્નપુરમ રૂ.૧૩.૯૦ વધીને રૂ.૨૭૫.૩૦, કેફિનટેક રૂ.૪૯.૦૫ વધીને રૂ.૧૦૭૧.૫૦, આનંદ રાઠી રૂ.૧૩૩.૨૫ વધીને રૂ.૨૯૩૧, એસએમસી ગ્લોબલ રૂ.૫.૯૫ વધીને રૂ.૧૩૪.૯૫, પિલાની ઈન્વેસ્ટ રૂ.૨૦૯ વધીને રૂ.૫૦૫૯.૯૦ રહ્યા હતા. બીએસઈ બેંકેક્સ ઈન્ડેક્સ ૪૦૮.૪૭ પોઈન્ટ વધીને ૬૦૪૩૩.૮૬ બંધ રહ્યો હતો.
ફંડો, એચએનઆઈનું એ ગુ્રપ, સ્મોલ, મિડ કેપ શેરોમાં ફરી વ્યાપક વેલ્યુબાઈંગ : ૨૭૯૫ શેરો પોઝિટીવ બંધ
સેન્સેક્સ, નિફટી બેઝડ ફરી તેજી સાથે આજે સ્મોલ, મિડ કેપ શેરોમાં ફંડો, હાઈ નેટવર્થ ઈન્વેસ્ટરોની ખરીદી વ્યાપક બનતાં માર્કેટબ્રેડથ પોઝિટીવ બની હતી. બીએસઈમાં આજે કુલ ટ્રેડિંગ થયેલી ૪૩૮૫ સ્ક્રિપોમાંથી વધનારની સંખ્યા ૨૭૯૫ અને ઘટનારની ૧૩૯૧ રહી હતી.
શેરોમાં રોકાણકારોની સંપતિ-માર્કેટ કેપિટલાઈઝેશન રૂ.૫.૨૦ લાખ કરોડ વધીને રૂ.૪૪૮.૮૫ લાખ કરોડ
શેરોમાં ઈન્ડેક્સ બેઝડ ફરી તેજીના મંડાણ થતાં અને સ્મોલ, મિડ કેપ શેરોમાં ઘટાડે ઘણા શેરોમાં ખરીદી નીકળતા રોકાણકારોની સંપતિ પણ એટલે કે બીએસઈમાં લિસ્ટેડ કંપનીઓનું એક્ત્રિત માર્કેટ કેપિટલાઈઝેશન આજે એક દિવસમાં સાધારણ રૂ.૫.૨૦ લાખ કરોડ વધીને રૂ.૪૪૮.૮૫ લાખ કરોડ રહ્યું હતું.