Uttar Pradesh News : ઉત્તર પ્રદેશના મુખ્યમંત્રી યોગી આદિત્યનાથે (CM Yogi Adityanath) રસ્તા પર નમાજ અદા કરવા વિરુદ્ધ મુસ્લિમોને ચેતવણી આપનાર વહીવટીતંત્રનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, રસ્તાઓ ટ્રાફિક માટે હોય છે. તેમણે મુસ્લિમોને એવું પણ કહ્યું કે, તેઓ ધાર્મિક શિસ્તતા હિન્દુઓ પાસેથી શીખે. હિન્દુઓ મહાકુંભમાં જોડાયા, પરંતુ આ દરમિયાન ગુના, તોડફોડ અથવા પજવણીની એકપણ ઘટના બની નથી.
‘રસ્તાઓ ચાલવા માટે હોય છે’
વહીવટી તંત્રે મેરઠના રસ્તાઓ પર નમાજ અદા ન કરવાની મુસ્લિમોને ચેતવણી આપવાના વિવાદ અંગે પૂછવામાં આવતા મુખ્યમંત્રીએ તંત્રનો બચાવ કર્યો છે. તેમણે કહ્યું કે, ‘આમાં કંઈપણ ખોટું કરાયું નથી. રસ્તાઓ ચાલવા માટે હોય છે. જે લોકો તંત્રની ચેતવણી પર આંગળી ઉઠાવી રહ્યા છે, તેઓએ હિન્દુઓ પાસેથી શિસ્તતા શીખવી જોઈએ. પ્રયાગરાજના મહાકુંભમાં કુલ 66 કરોડ લોકો આવ્યા હતા, આ દરમિયાન એકપણ લૂંટફાટ, આગચંપીની ઘટના, પજવણી, તોડફોડ કે પછી અપહરણ થયું નથી. ધાર્મિક શિસ્તતા આવી હોવી જોઈએ. જો તમારે સુવિધા જોઈએ તો શિસ્તતાને પણ માનતા શીખો.’
આ પણ વાંચો : ‘કાલે લોકસભામાં તમામ સાંસદ હાજર રહે’, ભાજપે જાહેર કર્યું વ્હિપ, વક્ફ બિલ પર TDPનો મળ્યો સાથ
‘યુપીની કુલ વસ્તીમાંથી મુસ્લિમોની સંખ્યા 20%’
યોગી આદિત્યનાથ હિન્દુત્વ પર કટ્ટર વિચારો ધરાવતા હોવાનું તેમજ ગુનેગારો સામે કડક કાર્યવાહી કરી હોવાથી તેઓ ભાજપના સૌથી લોકપ્રિય નેતા તરીકે ઉભરી આવ્યા છે. જોકે તેમણે મુસ્લિમો વિરુદ્ધ ભેદભાવ કરાતો હોવાની ટીકાને રદિયો આપ્યો છે. તેમણે કહ્યું કે, ’રાજ્યની કુલ વસ્તીમાંથી મુસ્લિમોની સંખ્યા 20 ટકા છે, પરંતુ સરકારી યોજનાઓના લાભાર્થીઓમાં 30થી 40 ટકા મસ્લિમો છે.
‘હું ક્યારે ભેદભાવમાં પણ વિશ્વાસ રાખતો નથી’
યુપીના મુખ્યમંત્રીએ કહ્યું કે, હું ક્યારે ભેદભાવમાં પણ વિશ્વાસ રાખતો નથી અને તૃષ્ટીકરણમાં પણ માનતો નહીં. હું હંમેશા તૃષ્ટીકરણથી દૂર રહ્યો છું. હું હંમેશા જરૂરીયાત મંદ ભારતીય નાગરિકોને તમામ સુવિધા મળતી રહે, તેનો પ્રયાસ કરતો રહ્યો છું.’
આ પણ વાંચો : યૂનુસે ચીન જઈને ‘ચિકન નેક’ પર ટિપ્પણી કરતા આસામના CM થયા લાલઘૂમ, કેન્દ્ર સરકારને પણ આપી સલાહ