વડોદરાઃ નવાયાર્ડના રાજીવનગરમાં પ્રેમીની હત્યા કરનાર પ્રેમિકાને જ્યુડિશિયલ કસ્ટડીમાં મોકલવામાં આવ્યો છે.
નવાયાર્ડના રાજીવનગરમાં રહેતો મુકેશ પરમાર તેની પંદર દિવસથી તેની પ્રેમિકા કવિતા સપનભાઇ રાય(રામનગર,નવાયાર્ડ)ને સાથે રહેતો હતો.જે દરમિયાન તા.૨જીએ મધરાતે મુકેશ દારૃ પી ને આવતાં બંને વચ્ચે ઝઘડો થયો હતો.
મુકેશે કવિતાને ગળે નખ માર્યા હતા.તો કવિતાએ દુપટ્ટો ગળામાં નાંખી ખેંચતા મુકેશનું મોત નીપજ્યું હતું.ત્યારબાદ કવિતા મુકેશની લાશને બેડરૃમમાં ખેંચી ગઇ હતી અને મુકેશના ભાઇ દિનેશને ઉઠાડીને તેનો ભાઇ કાંઇ બોલતો નથી તેમ કહ્યું હતું.જેથી પોસ્ટમોર્ટમ દરમિયાન મુકેશનું મોત ગળે ફાંસો આપવાથી થયું હોવાનું ખૂલતાં કવિતાએ ગુનો કબૂલી લીધો હતો.જેથી ફતેગંજ પોલીસે કવિતાને આજે કોર્ટમાં રજૂ કરી હતી.