![]()
વડોદરા,દારૃનો નશો કરી સોસાયટીમાં આવીને જેમ તેમ બોલતા પોલીસ કોન્સ્ટેબલ સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કર્યો છે.
મકરપુરા ડેપોની પાછળ શિવશક્તિ નગરમાં રહેતો કિરણકુમાર બાબુભાઇ નાગર માંજલપુર ખાતે એડવાઇટર્ઝિંગ એજન્સી ચલાવે છે. ગઇકાલે રાતે સોસાયટીમાં આવેલા સિદ્ધનાથ મહાદેવ મંદિરના બાકડા પર તે બેઠો હતો. તે દરમિયાન રાતે પોણા નવ વાગ્યે એક વ્યક્તિ બાકડા પાસે આવીને કહેવા લાગ્યો હતો કે, તમારાથી કશું તૂટવાનું નથી.તેણે દારૃનો નશો કર્યો હોવાની શંકા જતા કિરણભાઇએ પોલીસ કંટ્રોલ રૃમમાં જાણ કરતા મકરપુરા પોલીસનો સ્ટાફ ઘટના સ્થળે પહોંચી ગયો હતો. તે વ્યક્તિને તથા કિરણભાઇને પોલીસ સ્ટેશન લાવીને પૂછપરછ કરતા તેણે પોતાનું નામ અમિતકુમાર નરોત્તમભાઇ પરમાર (રહે. હરિઓમધામ સોસાયટી, શિવ શક્તિ સોસાયટીની બાજુમાં,મકરપુરા) હોવાનું જણાવ્યું હતું. તેની સામે મકરપુરા પોલીસે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. નશેબાજ વરણામા પોલીસ સ્ટેશનમાં કોન્સ્ટેબલ તરીકે ફરજ બજાવે છે.










