ભગવાન ચાંદીની પાલકીમાં બિરાજમાન-જળાશયમાં ભગવાને જળ ઝીલ્યું – ભક્તોએ ભગવાનને ઝીલ્યાં
અખાડાના સાધુ-મહંતો દ્વારા તલવારબાજી સહિત કરતબો રજૂ કરાયાં ઃ ગ્રામજનો મોટી સંખ્યામાં ઉમટી પડયાં ઃ નગરમાં જય ઠાકર-જય દ્વારકાધીશનો નાદ ગુંજ્યા
માંડલ – ભાદરવી સુદ-૧૧ (એકાદશી) જેને બીજા અર્થમાં જળ ઝીલણી અગિયારસ કહેવાય છે આજના દિવસે ભગવાન નદી-જળાશયના પાણીમાં જળ ઝીલવા જાય છે અને ભગવાન સ્નાન કરી ભક્તો પાસે જાય છે. માંડલના મોટા રામજી મંદિર ખાતેથી પણ દરવર્ષે જળ ઝીલણી એકાદશીએ વરઘોડો નીકળે છે માંડલના રાજમાર્ગો પણ ઠાકોરજી નીકળ્યા હતાં સૌ પ્રથમ માંડલ મોટા રામજી મંદિરેથી વાજતેગાજતે ભગવાનને ચાંદીની પાલકીમાં બેસાડીને જળાશયમાં સ્નાન કરાવવા માટે લઈ જવામાં આવ્યાં હતાં.
ળાશયમાં ભગવાનને સ્નાન કરાવવું અને મહાઆરતી જેવા દુર્લભ પ્રસંગોની ઉછામણી બોલાવાઈ હતી તેને ભક્તો દ્વારા ઝીલી લેવામાં આવીને ઠાકોરજીને જળાશયના પાણીમાં સ્નાન કરાવ્યું હતું અને મહાઆરતી તેમજ ચીભડાંનો પ્રસાદ વિતરણ કરાયો હતો ત્યાંથી ચાંદીની પાલકીમાં ઠાકોરજી નવા વસ્ત્રો પહેરીને નગરના રાજમાર્ગો પર નીકળ્યાં હતાં અને ભક્તોના ખબર અંતર પુછયાં હતાં. આ પ્રસંગે શ્રી ૧૦૦૮ ઉજજૈન અખાડા અને વર્તમાન ગાદીપતિ મહામંડલેશ્વર રામેશ્વરદાસજી, સ્થાનિય મહંતો અનેક ભાવિક ભક્તો ઉપસ્થિત રહ્યાં હતાં. શોભયાત્રામાં કાશી, ઉત્તરપ્રદેશ સહિતના અખાડાના મહંતો દ્વારા તલવારબાજી સહિતના વિવિધ કરતબો આકર્ષણનું કેન્દ્ર બન્યું હતું. આ શોભયાત્રામાં આજની ઘડી તે રળિયામણી, નંદ ઘેર આનંદ ભયો-જય કનૈયાલાલ કી, જય ઠાકર-દ્વારકાધીશનો નાદ ગુંજી ઉઠયો, શહેરના તમામ રસ્તાઓ ઉપર ભક્તજનો મોટી સંખ્યામાં દર્શનાર્થે ઉમટી પડયાં હતાં. શહેરના તમામ રાજમાર્ગો પર ભગવાને નગરચર્યા કરી હતી, કેટલાંક ભક્તજનોએ પોતાના ઘરે પણ ભગવાનની પધરામણી કરાવી હતી. શોભાયાત્રા તમામ રુટો ઉપર ફર્યા બાદ સાંજે મંદિર તરફ આગળ વધી હતી અને ભગવાન પરત પોતાના નીજ દ્વારે પધાર્યા હતાં અને મહાઆરતી પણ કરાઈ હતી આમ નગરમાં ઉત્સવ,ઉલ્લાસભર્યું વાતાવરણ સર્જાયું હતું.