Vadodara Ganesh Utsav : વડોદરાના મકરપુરા પોલીસ સ્ટેશનનો સ્ટાફ ગઈકાલે પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મકરપુરા ડેપો પાછળ જલારામ નગર પાસે આવતા જય જલારામ યુવક મંડળના ભંડાર પાસે કેટલાક લોકો જોર જોરથી બૂમો પાડીને ઝઘડો કરતા હતા. જેથી પોલીસવાળા નીચે ઉતરીને તેઓને છોડાવવા ગયા હતા તે દરમિયાન એક વ્યક્તિએ પોલીસ જવાનને ગાળો બોલીને કહ્યું હતું કે આ મારું ગણેશ પંડાલ છે હું આ પંડાલનું આયોજન છું અને આ વિસ્તારનો દાદા છું. તમારે પોલીસે વચ્ચે પડવાનું નથી અને અહીંયાથી જતા રહો નહિંતર તમારી ખેર નથી.
પોલીસે તેને કાયદેસરની કાર્યવાહીમાં અડચણરૂપ નહીં બનવા સમજાવતા તેને પોલીસ જવાનો યુનિફોર્મનો કોલર પકડી ઝપાઝપી કરી હતી. આ વ્યક્તિને પકડીને તપાસ કરતા તેણે દારૂ પીધેલો હોવાનું જણાઈ આવ્યુ હતું. તેથી તેને વાનમાં બેસાડીને પોલીસ સ્ટેશન લઈ આવવામાં આવ્યો હતો પોલીસે હુમલાખોર આરોપી અનિલ દલપતભાઈ ઓડ (રહે-જલારામ નગર)ની સામે ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.