gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

સપ્તાહના અંતિમ દિને સેન્સેક્સ અને નિફ્ટી વોલેટાલીટી બાદ એકંદરે સ્થિર | Sensex and Nifty overall stab…

G METRO NEWS by G METRO NEWS
September 6, 2025
in Business
0 0
0
સપ્તાહના અંતિમ દિને સેન્સેક્સ અને નિફ્ટી વોલેટાલીટી બાદ એકંદરે સ્થિર | Sensex and Nifty overall stab…
1
VIEWS
Share on FacebookShare on Twitter

મુંબઈ : સપ્તાહના અંતિમ દિવસે  ભારતીય શેરબજારમાં   સત્ર દરમિયાન વોલેટિલિટી રહ્યા બાદ  બેન્ચમાર્ક ઈન્ડાઈસિસ લગભગ સ્થિર બંધ રહ્યા હતા. બીએસઈ સેન્સેકસ સાધારણ ઘટાડા સાથે બંધ રહ્યો હતો જ્યારે નિફટી૫૦ ઈન્ડેકસ સહેજ ઉપર બંધ આવ્યો હતો. સેન્સેકસ ૭.૨૫ પોઈન્ટ ઘટી ૮૦૭૧૦.૭૬ બંધ રહ્યો હતો. જ્યારે નિફટી ઈન્ડેકસ ૬.૭૦ પોઈન્ટ વધી ૨૪૭૪૧ બંધ રહ્યો હતો. સેન્સેકસ નીચામાં ૮૦૩૨૧.૧૯ સુધી ગયા બાદ નીચા મથાળે શેરોમાં લેવાલી નીકળતા નોંધપાત્ર રિકવરી સાથે બંધ રહ્યો હતો. ઉપરમાં સેન્સેકસ ૮૧૦૦૦ને પાર કરી ૮૧૦૩૬.૫૬ જોવા મળ્યો હતો. નિફટી ઈન્ડેકસ નીચામાં ૨૪૬૨૧.૬૦ અને ઉપરમાં ૨૪૮૩૨.૩૫  જોવા મળ્યો હતો. ગુડસ એન્ડ સર્વિસીસ ટેકસ (જીએસટી)ના માળખામાં ફેરબદલથી  અમેરિકાના ટેરિફની અસર હળવી થશે તેવી અપેક્ષાએ શેરબજાર કન્સોલિડેશનના તબક્કામાં આવી ગયાનું જોવા મળી રહ્યું છે. બીએસઈ પર માર્કેટ બ્રેડથ પોઝિટિવ રહી હતી. ૨૧૩૪ શેર વધ્યા હતા અને ૧૯૫૭માં ઘટાડો થયો હતો જ્યારે ૧૮૧ શેરોના ભાવ બદલાયા વગરના રહ્યા હતા. 

ઓટો શેરો સુધારાના પંથે

ગુડસ એન્ડ સર્વિસીઝ ટેકસ (જીએસટી)માં ઘટાડાને પરિણામે ઊતારૂ વાહનો તથા ટુ વ્હીલર્સના વેચાણ વોલ્યુમમાં વર્તમાન નાણાં વર્ષમાં વધારો જોવા મળશે તેવી એક રેટિંગ એજન્સીની ધારણાં બાદ ઓટો શેરોમાં સુધારાએ જોર પકડયું હતું. અશોક લેલેન્ડ રૂપિયા ૨.૭૬ વધી રૂપિયા ૧૩૦.૭૭, ટાટા મોટર્સ રૂપિયા ૪.૨૦ વધી રૂપિયા ૬૯૧.૭૦, એકસાઈડ ઈન્ડ. રૂપિયા ૭.૧૦ વધી રૂપિયા ૪૧૨.૭૫ બંધ રહ્યા હતા. આ ઉપરાંત મહિન્દ્રા એન્ડ મહિન્દ્રા, ટીવીએસ મોટર, ભારત ફોર્જ સહિતના મોટાભાગના ઓટો શેરોમાં આકર્ષણ જોવા મળ્યું હતું.

મોટાભાગના આઈટી હેવીવેઈટસ પટકાયા 

દેશનું આઈટી ક્ષેત્ર અમેરિકાની બજાર પર વધુ નિર્ભરતા રાખે છે. અમેરિકામાં લેબર માર્કેટ નબળી પડતા માગ પર અસર પડવાની ચિંતાએ આઈટી શેરો પર દબાણ આવ્યું હતું. વિપ્રો રૂપિયા ૧.૩૦ ઘટી રૂપિયા ૨૪૩.૬૭, ઈન્ફોસિસ રૂપિયા ૧૮.૪૦ ઘટી રૂપિયા ૧૪૪૪.૬૦, ટેક મહિન્દ્રા રૂપિયા ૨૨.૫૦ ઘટી રૂપિયા ૧૪૭૭.૯૦, ટીસીએસ રૂપિયા ૪૭.૪૦ ઘટી રૂપિયા ૩૦૪૮.૩૦ એચસીએલ ટેક રૂપિયા ૨૪.૩૦ ઘટી રૂપિયા ૧૪૧૯ બંધ રહ્યો હતો. આ ઉપરાંત ઓરેકલ ફાઈનાન્સિઅલ સર્વિસીસ, પરસિસ્ટન્ટ, એમફેસિસ પણ ઘટાડા તરફી રહ્યા હતા. 

એફએમસીજી શેરોમાં પ્રોફિટ બુકિંગ

જીએસટીમાં ઘટાડાની જાહેરાત બાદ એફએમસીજી શેરોમાં આવેલો સુધારો શુક્રવારે ધોવાઈ ગયો હતો. નિફટી એફએમસીજી ઈન્ડેકસમાંના ૧૫માંથી ૧૪ શેરોના ભાવ ઘટયા હતા. વરુણ બિવરેજિસ રૂપિયા ૧૯.૮૫ ઘટી રૂપિયા ૪૬૯.૬૫, આઈટીસી રૂપિયા ૮.૫૫ ઘટી રૂપિયા ૪૦૭.૩૫, ઈમામી રૂપિયા ૧૦.૫૫ ઘટી રૂપિયા ૬૦૪.૯૫ બંધ રહ્યા હતા. આ ઉપરાંત બ્રિટાનિઆ, નેસ્લે, મારિકો સહિતના એફએમસીજી શેરોમાં નફારૂપી વેચવાલી રહી હતી. ટાટા કન્ઝયૂમર સાધારણ સુધારા સાથે બંધ રહ્યો હતો. 

સેન્સેકસ સ્ટોકસમાં મિશ્ર પ્રવાહ

સેન્સેકસમાં પસંદગીના સ્ટોકસમાં લેવાલીના ટેકા સાથે ભાવમાં સુધારો જોવા મળ્યો હતો જ્યારે ટેરિફની પ્રતિકૂળ અસર સાથેના શેરો દબાણ હેઠળ  રહ્યા હતા. રિલાયન્સ ઈન્ડ. રૂપિયા ૧૫.૧૦ વધી રૂપિયા ૧૩૭૪.૩૦, ભારતી એરટેલ રૂપિયા ૧૫.૮૦ વધી રૂપિયા ૧૮૯૬.૧૦, સન ફાર્મા રૂપિયા ૧૨.૩૫ વધી રૂપિયા ૧૫૯૪.૭૦ તથા ટાટા સ્ટીલ સાધારણ સુધરી રૂપિયા ૧૬૭.૬૫ બંધ રહ્યો હતો. આ ઉપરાંત મારૂતિ સુઝુકી, પાવર ગ્રીડ, ટાટા મોટર્સ, એશિયન પેઈન્ટસમાં પણ રોકાણકારોનું આકર્ષણ જળવાયું હતું. બીજી બાજુ આઈસીઆઈસીઆઈ બેન્ક રૂપિયા ૨.૯૫ ઘટી રૂપિયા ૧૪૦૨.૭૦ બંધ રહ્યો હતો. 

FPIsની રૂ.૧૩૨૭કરોડની વેચવાલી

ફોરેન પોર્ટફોલિયો ઈન્વેસ્ટરો-એફપીઆઈઝ, એફઆઈઆઈઝે  શુક્રવારે શેરોમાં કેશમાં રૂ.૧૩૨૭.૨૪  કરોડના શેરોની ચોખ્ખી વેચવાલી કરી હતી. કુલ રૂ. ૭૮૪૬.૩૩ કરોડની ખરીદી સામે કુલ રૂ.૯૧૭૩.૫૭ કરોડની વેચવાલી કરી હતી. જ્યારે સ્થાનિક સંસ્થાકીય રોકાણકારો (ડીઆઈઆઈઝ)ની આજે રૂ. ૧૭૭૩.૫૯કરોડની ચોખ્ખી ખરીદી રહી હતી. કુલ રૂ.૧૦૦૩૦.૯૧ કરોડની ખરીદી સામે કુલ રૂ. ૮૨૫૭.૩૨ કરોડની વેચવાલી કરી હતી.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…
Business

ખાનગી બેંક-ફાઈનાન્સ, આઈટી શેરોમાં ફંડોની તેજી : નિફટીએ ફરી 24000ની સપાટી કુદાવી | Funds surge in pri…

June 25, 2026
ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…
Business

ટેક્સ મુક્તિ બાદ FPIએ બોન્ડમાં રૂ. 35,000 કરોડ ઠાલવ્યા | After tax exemption FPIs poured Rs 35 000 c…

June 25, 2026
ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…
Business

ઓછા વરસાદથી દેશના 315 જિલ્લાઓ પ્રભાવિત, 111 સૌથી વધુ અસરગ્રસ્ત | 315 districts of the country affect…

June 25, 2026
Next Post
પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાના લાખો લોકોનું જીવન સંકટમાં | Sutlej River Flood…

પંજાબમાં ભયાનક પૂર વચ્ચે ડેમ તૂટવાની અણીએ, 15 ગામડાના લાખો લોકોનું જીવન સંકટમાં | Sutlej River Flood...

રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ દીવ જતા ત્રણ વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત | accident on Rajk…

રાજકોટ-ભાવનગર હાઇવે પર ગમખ્વાર અકસ્માતઃ દીવ જતા ત્રણ વિદ્યાર્થીના ઘટનાસ્થળે જ મોત | accident on Rajk...

ગુજરાતમાં 96 ટકા વરસાદ નોંધાયો, નવરાત્રિ ટાણે ચોમાસું સક્રિય રહેવાની શક્યતા | Gujarat Sees 96% Seaso…

ગુજરાતમાં 96 ટકા વરસાદ નોંધાયો, નવરાત્રિ ટાણે ચોમાસું સક્રિય રહેવાની શક્યતા | Gujarat Sees 96% Seaso...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

સુરત કોંગ્રેસમાં ભડકો: 14 વર્ષથી વિવિધ હોદ્દા પર રહેલી મહિલા અગ્રણીનું રાજીનામું, શહેર પ્રમુખ પર લગા…

સુરત કોંગ્રેસમાં ભડકો: 14 વર્ષથી વિવિધ હોદ્દા પર રહેલી મહિલા અગ્રણીનું રાજીનામું, શહેર પ્રમુખ પર લગા…

7 months ago
પેટલાદનાે ઠગ ત્રાટક્યોઃદીકરીના લગ્ન માટે પૈસા ઉપાડી નીકળેલા નિવૃત્ત કર્મીને રિક્ષામાં બેસાડી 50000 સ…

પેટલાદનાે ઠગ ત્રાટક્યોઃદીકરીના લગ્ન માટે પૈસા ઉપાડી નીકળેલા નિવૃત્ત કર્મીને રિક્ષામાં બેસાડી 50000 સ…

4 months ago
ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ગરબા આયોજકોએ ઈવેન્ટ કવરેજ, જાનહાનિ માટે 150 કરોડનો વીમો કરાવ્યો | garba …

ગુજરાતના ત્રણ મોટા શહેરોમાં ગરબા આયોજકોએ ઈવેન્ટ કવરેજ, જાનહાનિ માટે 150 કરોડનો વીમો કરાવ્યો | garba …

11 months ago
કાગવડ પાસે રિસોર્ટમાં યુવાન ફસડાઇને સ્વિમિંગ પુલમાં ખાબકતા મોત | A young man died after falling into…

કાગવડ પાસે રિસોર્ટમાં યુવાન ફસડાઇને સ્વિમિંગ પુલમાં ખાબકતા મોત | A young man died after falling into…

4 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News