Jamnagar Rain Update : જામનગર જિલ્લામાં ભાદરવો ભરપૂર રહ્યો છે, અને સતત બે દિવસથી ધીંગી મેઘ સવારી જોવા મળી રહી છે. જામનગર શહેર અને સમગ્ર જિલ્લામાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘરાજાનો નવો રાઉન્ડ શરૂ થયો હતો, અને અડધાથી બે ઇંચ જેટલો વરસાદ પડી ગયાના અહેવાલ પ્રાપ્ત થયા છે. લાલપુરના હરીપર ગામમાં ત્રણ ઇંચ વરસાદ નોંધાયો હતો. બે દિવસથી પડી રહેલા વરસાદના કારણે અને જળાશયોમાં નવા નીર આવ્યા છે. જ્યારે લાખેણાં લાખોટા તળાવમાં પણ પાણીની આવક ચાલુ રહી છે.
જામનગર શહેરમાં ગઈકાલે રાત્રે ફરીથી મેઘો મંડાયો હતો, અને ધોધમાર સવા ઇંચ વરસાદ પડી ગયો હતો. જિલ્લા કલેકટર કચેરીના કંટ્રોલરૂમના જણાવ્યા અનુસાર આજે સવારે આઠ વાગ્યે પૂરા થતા 24 કલાક દરમિયાન જામનગર શહેરમાં 29 મી.મી. અને સીઝનનો કુલ વરસાદ 566 મી.મી વરસાદ નોંધાયો છે. તેજ રીતે જોડિયામાં 36 મી.મી., ધ્રોલમાં 19 મીમી, કાલાવડમાં 10 મી.મી., લાલપુરમાં 46 મીમી. અને જામજોધપુરમાં 8 મી.મી. વરસાદ નોંધાયો છે. તે જ રીતે ગ્રામ્ય વિસ્તાર પ્રાથમિક આરોગ્ય કેન્દ્રના પ્રાપ્ત થયેલા આંકડા મુજબ લાલપુર તાલુકાના હરીપર ગામમાં 79 મી.મી વરસાદ નોંધાયો હતો, જ્યારે પડાણામાં 45 મી.મી., ચાલ્યા દેવાણીમાં 37 મી.મી, દરેડમાં 40 મી.મી લાખાબાવળમાં 295 મી.મી સહિત અનેક ગ્રામ્ય પંથકમાં પણ છૂટાછવાયો વરસાદ નોંધાયા છે,. ગઈકાલે પડેલા વરસાદના કારણે જામનગરની મધ્યમાં આવેલા લાખોટા તળાવમાં પણ કેનાલ મારફતે આવક ચાલુ રહી છે દરેડ છેલ્લા વિસ્તારમાં પડેલા વરસાદના કારણે પાણીની નદીઓનો પ્રવાહ પાલિકા દ્વારા બનાવાયેલી કેનાલ મારફતે લાકોટા તળાવમાં ઠલવાઈ રહે છે અને ધીમે ધીમે તળાવની સપાટી વધી રહી છે.