– નોટોથી શણગારાતા ગણપતિને આંગી કહેવાય છે
– રાજસ્થાનના ઉદયપુરમાં છેલ્લા આઠ વર્ષથી ગણપતિને નોટોથી શણગારવામાં આવે છે
ઉદયપુર : આખા દેશમાં ગણેશોત્સવની ધૂમ મચી છે ત્યાં મહારાષ્ટ્રમાં મુંબઈના લાલ બાગ ચા રાજા પ્રખ્યાત છે તો હવે રાજસ્થાનમાં ઉદયપુરમાં ઉદયપુર ચા રાજા ખૂબ જ વિખ્યાત બન્યા છે.
ઉદયપુરમાં બાપુ બજારમાં આવેલા સ્વસ્તિક વિનાયક ગણપતિ મિત્રમંડળ દ્વારા સ્થાપિત ઉદયપુર ચા રાજાના ગણેશ પંડાલને સજાવવામાં આવ્યા હતા, પરંતુ આ સજાવટ કોઈ માળા કે કપડાથી નહીં પણ નોટોથી કરવામાં આવી હતી. આ પંડાલમાં ભગવાન ગણેશજીની મૂર્તિ અને તેના પૂરા દરબારને એક કરોડ અને ૫૧ લાખ રૂપિયાની નોટો વડે સજાવવામાં આવ્યો હતો.