gandhinagarmetro.com
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
  • Home
  • GUJARAT
  • INDIA
  • Business
  • National
  • Culture
  • CINEMA
  • Lifestyle
  • Sports
No Result
View All Result
gandhinagarmetro.com
No Result
View All Result
Home Business

ભારે વરસાદથી લાખો હેક્ટર પાકને થયેલું નુકસાન | Heavy rains damage millions of hectares of crops

G METRO NEWS by G METRO NEWS
September 7, 2025
in Business
0 0
0
ભારે વરસાદથી લાખો હેક્ટર પાકને થયેલું નુકસાન | Heavy rains damage millions of hectares of crops
0
VIEWS
Share on FacebookShare on Twitter

નવી દિલ્હી : દક્ષિણ-પશ્ચિમ ચોમાસું તેના અંતિમ તબક્કામાં પ્રવેશી ગયું છે. સામાન્ય રીતે, તે સપ્ટેમ્બરના પ્રથમ અઠવાડિયામાં, પીછેહઠ કરવાનું શરૂ કરે છે, પરંતુ આ વખતે હવામાન વિભાગની આગાહી મુજબ ૧૭મી તારીખ સુધીમાં ભારે વરસાદ સાથે વિદાય લેવાની તૈયારી કરી રહ્યું હોય તેવું લાગે છે.

ભારે વરસાદથી દેશના મોટા ભાગમાં પાકને સીધો ફાયદો થયો છે, બીજીતરફ ઘણા રાજ્યોમાં પૂર અને ભૂસ્ખલનથી ખેતરો, ઘરો અને સામાન્ય જીવનને પણ વ્યાપક નુકસાન થયું છે.પુરતા વરસાદથી ખરીફ વાવણી વિસ્તારમાં વધારો થયો છે, જળાશયો પણ ભરાઈ ગયા છે અને જમીનમાં ભેજ પણ રહ્યો છે, જે આગામી રવિ વાવણી માટે સારો સંકેત છે.

૨૯ ઓગસ્ટ સુધીમાં, ખરીફ પાકનું વાવેતર ૧૦.૯૨ કરોડ હેક્ટરથી વધુમાં થયું હતું, જે ગયા વર્ષના સમાન સમયગાળા કરતાં ૩૨.૫ લાખ હેક્ટર વધુ છે, જેમાં ડાંગર અને મકાઈનું સૌથી વધુ વાવેતર થયું હતું. આ વર્ષે, ડાંગરનું વાવેતર ૪.૩૧ કરોડ હેક્ટરમાં થયું હતું, જે ગયા વર્ષના આ સમયગાળા કરતાં ૨૬.૬ લાખ હેક્ટર વધુ છે. તેવી જ રીતે, મકાઈનો વિસ્તાર ૧૦ લાખ હેક્ટર વધીને ૯૪ લાખ હેક્ટર થયો હતો.

સારા વરસાદ અને જમીનમાં ઉત્તમ ભેજનો લાભ લેવા માટે ઉતાવળને કારણે ખાતરોની માંગમાં વધારો થયો છે. એપ્રિલ અને જુલાઈ દરમિયાન યુરિયાનું વેચાણ ગયા વર્ષના સમાન સમયગાળાની તુલનામાં ૧૪.૨ ટકા વધીને ૧.૨૪ કરોડ ટન થયું છે, જ્યારે ડાયમોનિયમ ફોસ્ફેટનું વેચાણ ૧૨.૯ ટકા ઘટીને ૨૫.૬ લાખ ટન થયું છે. બદલામાં, NPKS (નાઇટ્રોજન, ફોસ્ફરસ, પોટેશિયમ, સલ્ફર) ખાતરોનું વેચાણ પણ વધ્યું છે.

મોસમની શરૂઆતમાં પડેલા વધુ પડતો વરસાદ ખેતી માટે વરદાન સાબિત થયો હતો, પરંતુ ઓગસ્ટના મધ્યભાગથી પડેલા મુશળધાર વરસાદથી ખેતીને ઘણું નુકસાન થયું છે. એક તરફ જીવાતોનો હુમલો, તો બીજી તરફ ખાસ કરીને પંજાબ, હરિયાણા, હિમાચલ પ્રદેશ, ઉત્તરાખંડ અને જમ્મુ અને કાશ્મીરમાં પૂરની સ્થિતિ સર્જાઈ, જેના કારણે ઊભા પાકનો મોટાપાયે નાશ થયો છે. એકલા પંજાબમાં અંદાજે ૧,૫૦,૦૦૦ હેક્ટર જમીનમાં પાક ડૂબી ગયો છે, જેના કારણે બાસમતી અને બિન-બાસમતી ચોખાના ઉત્પાદનને અસર થવાની સંભાવના છે.

અખિલ ભારતીય કિસાન સભા દ્વારા જારી કરાયેલા એક નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે હરિયાણાના ૧૨ જિલ્લાઓના ૧,૪૦૨ ગામોમાં લગભગ ૨૫૦,૦૦૦ એકર પાકનો નાશ થયો છે, જ્યારે હિમાચલ પ્રદેશમાં ૨૫,૦૦૦ એકર સફરજનના બગીચાઓને નુકસાન થયું છે. તેવી જ રીતે, જમ્મુ અને કાશ્મીરમાં હજારો એકર ડાંગર પાણીમાં ડૂબી ગઈ છે.

Tags: GANDHINAGAR METRO NEWS

G METRO NEWS

G METRO NEWS

Related Posts

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…
Business

વાયદા બજારમાં ફરી કડાકો, ચાંદીમાં ₹2700નું ગાબડું, સોનામાં ₹1000નો ઘટાડો, બજાર સાઈડ વે | silver fall…

February 12, 2026
ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…
Business

ગોલ્ડ લોનમાં વધારો છતાં બેંકિંગ સિસ્ટમમાં ચિંતાનું કારણ નથી : RBI | Despite increase in gold loans t…

February 12, 2026
ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…
Business

ગોલ્ડ તથા સિલ્વર ઈટીએફના ફોલિઓની સંખ્યામાં જંગી વધારો | Huge increase in the number of gold and silv…

February 12, 2026
Next Post
જેતપુરમાં સાડીના બે કારખાનામાં દરોડા પાડી ચેકીંગ કરાતા 31 બાળમજુરો મળ્યા

૪૯ કૃત્રિમ વિસર્જન કુંડ ઉપર અમદાવાદમાં ૧૧ હજારથી વધુ નાની-મોટી ગણેશ મૂર્તિનું વિસર્જન

સોનાનો ભાવ રૂ.1.50 લાખને પણ કુદાવી જશે : ગોલ્ડમેન સાક્સનો અંદાજ | Gold price will cross Rs 1 50 lakh…

સોનાનો ભાવ રૂ.1.50 લાખને પણ કુદાવી જશે : ગોલ્ડમેન સાક્સનો અંદાજ | Gold price will cross Rs 1 50 lakh...

આરોગ્ય કમિશનરની સરપ્રાઈઝ મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું | Surprise visit from Health Commissio…

આરોગ્ય કમિશનરની સરપ્રાઈઝ મુલાકાતથી હોસ્પિટલ તંત્ર દોડતું થયું | Surprise visit from Health Commissio...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Follow Us

Recommended

બસ્તી ‘લવ જિહાદ’ કેસ: 300 યુવતીઓના અંગત પળોના વીડિયો બનાવી વિદેશમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું | basti…

બસ્તી ‘લવ જિહાદ’ કેસ: 300 યુવતીઓના અંગત પળોના વીડિયો બનાવી વિદેશમાં વેચવાનું નેટવર્ક ઝડપાયું | basti…

1 week ago
રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ? પહેલેથી જ લાગી રહ્યા છે આરોપ: બંગાળ હિંસા પર SCની ટિપ્પણી | Supreme Court…

રાષ્ટ્રપતિને નિર્દેશ આપીએ? પહેલેથી જ લાગી રહ્યા છે આરોપ: બંગાળ હિંસા પર SCની ટિપ્પણી | Supreme Court…

10 months ago
વિજાપુરના ગેરિતામાં પરણિતાની ‘અગ્નીપરિક્ષા’ લેનાર ચારની ધરપકડ, પવિત્રતા સાબિત કરવા ગરમ તેલમાં નખાવ્ય…

વિજાપુરના ગેરિતામાં પરણિતાની ‘અગ્નીપરિક્ષા’ લેનાર ચારની ધરપકડ, પવિત્રતા સાબિત કરવા ગરમ તેલમાં નખાવ્ય…

5 months ago
જામનગરમાં વિજયા દશમીએ સિંધી સમાજ દ્વારા આયોજિત રાવણ દહનના પૂતળાને આખીર ઓપ આપવા તડામાર તૈયારી | Prepa…

જામનગરમાં વિજયા દશમીએ સિંધી સમાજ દ્વારા આયોજિત રાવણ દહનના પૂતળાને આખીર ઓપ આપવા તડામાર તૈયારી | Prepa…

5 months ago

Instagram

    Please install/update and activate JNews Instagram plugin.

Categories

  • Business
  • CINEMA
  • Culture
  • GUJARAT
  • INDIA
  • Lifestyle
  • National
  • Sports
  • Travel
  • Uncategorized
  • World

Topics

2018 FIFA World Cup 2018 League America apples application Asian Games 2018 Balinese Culture Bali United Budget Travel car Chopper Bike construction management fiscal forecast GANDHINAGAR METRO NEWS increases Istana Negara maintenance management Market Stories National Exam points price rises Sensex society management system software Visit Bali visitor tracking year આ કમ કમતમ કરન છ થઈ પઈનટ ફચ ફયદ રહય વધન વધર વધરન સધ સનસકસ સરકરન..

  • About
  • Advertise
  • Careers
  • Contact
Call us: +91 99137 20273

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In
No Result
View All Result
  • Home
  • INDIA
  • GUJARAT
  • Business
  • Culture
  • National
  • Sports
  • Lifestyle
  • Travel
  • CINEMA

© 2025 Gandhinagar Metro News