Dahod Accident: દાહોદના દેવગઢ બારીયામાંથી ચોંકાવનારી ઘટના સામે આવી છે. હકીકતમાં ભૂલ પગલા ગામનો એક પરિવાર ખેતરથી પોતાના ઘરે જતો હતો તે દરમિયાન અકસ્માત સર્જાતા 3 મહિલા અને એક બાળકનું ઘટનાસ્થળે જ મોત નિપજ્યું હતું. આ દુર્ઘટનાથી ગ્રામજનોમાં શોકનો માહોલ જોવા મળી રહ્યો છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં 24 કલાકમાં 243 તાલુકામાં વરસાદ, સૌથી વધુ કપરાડામાં 10 ઈંચ, 5 જિલ્લામાં રેડ ઍલર્ટ
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, દાહોદના દેવગઢ બારીયાના ભૂત પગલા ગામે ઘાસ ભરેલી બોલેરો પીકઅપ પલટી ગઈ હતી. જેના કારણે ભૂત પગલા ગામે ઘાસ ભરેલી બોલેરો પીકઅપ પલટી ગઈ હતી. આ ગાડીમાં કુલ 11 જેટલા પરિજનો સવાર હત. અકસ્માતના કારણે પરિવારના ચાર સભ્યોના મોત નિપજ્યા છે. જેમાં ત્રણ મહિલા અને એક ત્રણ વર્ષના બાળકનો સમાવેશ થાય છે.
આ પણ વાંચોઃ ગુજરાતમાં સતત અનરાધાર વર્ષા, સિઝનનો 100% વરસાદ પૂર્ણ, સૌથી વધુ અહીં 90 ઈંચ ખાબક્યો
મૃતકોની ઓળખ સમરત બારીયા, સુમિત્રા બારીયા, રાધા રાઠવા અને ગજેન્દ્ર રાઠવા તરીકે થઈ છે. આ સિવાય 7 જેટલા લોકો ઈજાગ્રસ્ત થયા હતા, જે હાલ હોસ્પિટલમાં સારવાર હેઠળ છે.