– બાઈક પર આવેલા બે શખ્સો વિરૂદ્ધ ફરિયાદ
– ફરી ગાયો પકડવા આવશો તો જીવતા છોડીશું નહીં કહી બે પશુપાલકો દોરડું ખેંચી ગાય છોડાવી ગયા
નડિયાદ : નડિયાદ શહેરમાં રખડતી ગાયોને પકડતી ઢોર પાર્ટી પર પશુપાલકો દ્વારા હુમલાનો વધુ એક બનાવ બન્યો છે. નડિયાદ મહાનગરપાલિકાની ટીમ મંજીપુરા વિસ્તારમાં આજે સવારે ગાયો પકડવા ગઈ હતી. ત્યારે બે પશુપાલકોએ ગાળો બોલી ઢોર પાર્ટીના કર્મચારી સાથે ઝપાઝપી કરી બાઈક ચડાવી દઈ જાનથી મારી નાખવાની ધમકી આપી ગાય છોડાવી નાસી ગયા હતા.