Bharuch Theft Case : વાગરા તાલુકાના વિલાયત ગામની સીમમાં આવેલ સોલાર પાવર પ્લાન્ટમાંથી એક મહિના અગાઉ થયેલ કેબલ ચોરીના ગુનામાં ફરાર આરોપીઓને ભરૂચ એલસીબી ટીમે ઝડપી પાડી રૂ.26 હજાર ઉપરાંતનો મુદ્દામાલ કબજે કર્યો હતો.
વાગરા હનુમાનમંદિર ચોક પાસે ત્રણ વ્યક્તિઓ કોપર વાયરો સાથે હોવાની માહિતી એલસીબી ટીમને સાપડી હતી. જેના આધારે પોલીસે નિકુલ રાઠોડ, અજય રાઠોડ બંને (રહે-ભેરસમ ગામ, વાગરા) અને આતીફ સેક્રેટરી (રહે-આછોદ ગામ, આમોદ) ને ઝડપી પાડી રૂ.16,800ની કિંમતના 28 કીગ્રા વજનના કોપરના સળગેલા વાયરો તથા ત્રણ મોબાઈલ ફોન મળી કુલ રૂ.26,800નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. અજય અને નિકુલે એક મહિના અગાઉ વિલાયત ગામની સીમમાં આવેલ સોલાર પાવર પ્લાન્ટમાંથી કોપર વાયરોની ચોરી કરી ભંગારનો ધંધો કરતા આતિફને કોપર વાયર વેચાણ કરતા હોવાની કબુલાત કરી હતી. વાગરા પોલીસે આરોપીઓનો કબ્જો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.