Image: X
Bulldozer Action: યુપીના આંબેડકર નગરમાં દબાણ હટાવવાની કાર્યવાહી દરમિયાન 8 વર્ષની બાળકી અનન્યા યાદવ પોતાના ઘરેથી સ્કૂલ બેગ લઈને ભાગી હતી. ઘર ધ્વસ્ત કર્યા જવાની કાર્યવાહી દરમિયાન તેનો આ રીતે પુસ્તકોથી ભરેલું બેગ લઈને ભાગવાનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થયો છે. આ દરમિયાન અનન્યાનો ઉલ્લેખ સુપ્રીમ કોર્ટમાં પણ મંગળવારે થયો. જસ્ટિસ એએસ ઓકા અને જસ્ટિસ ઉજ્જવલ ભુઈયાંએ કહ્યું, એક વીડિયો સામે આવ્યો છે, જેમાં બુલડોઝરથી નાની-નાની ઝૂંપડીઓને ધ્વસ્ત કરવામાં આવી રહી છે. આ દરમિયાન એક બાળકી પોતાના હાથમાં અમુક પુસ્તકો લઈને ભાગે છે જેથી તેને નુકસાન ન થાય. આ વીડિયોથી દરેકને આઘાત લાગ્યો છે. આ સંબંધિત અનન્યા યાદવથી પણ વાત થઈ, જેની પર તેને કહ્યું કે હું ઈચ્છતી હતી કે મારી પુસ્તકો બરબાદ ન થાય. તેથી તક જોઈને બેગ ઉઠાવી અને દોડી.
અનન્યા યાદવે કહ્યું, ‘હું સ્કૂલેથી પાછી ફરી હતી અને બેગને મૂકી દીધી હતી. ત્યાં જ માતા પશુઓને બાંધતી હતી. બુલડોઝર ચાલ્યા દરમિયાન અમારી પાસેની એક ઝૂંપડીમાં આગ લાગી ગઈ હતી. આ દરમિયાન મને પોતાની સ્કૂલબેગ અને પુસ્તકોની યાદ આવી. મારી માતાએ મને રોકવાનો પ્રયત્ન પણ કર્યો પરંતુ હું દોડી ગઈ અને પુસ્તકો અને બેગને લઈ આવી. અનન્યા યાદવ પહેલા ધોરણની વિદ્યાર્થિની છે. તેણે કહ્યું કે મને ડર હતો કે આગમાં મારી સ્કૂલ બુક્સ અને બેગ સળગી જશે. તેથી તાત્કાલિક જ તેને લઈને ભાગી સુરક્ષિત સ્થળ પર જઈને મૂકી. અનન્યાનો પુસ્તકો લઈને દોડવાનો વીડિયો કોઈએ બનાવી દીધો હતો, જે સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે.
અનન્યાના પરિવારનું કહેવું છે કે સરકારી એક્શનમાં જે 2 બિસ્વા જમીનને મુક્ત કરાવવામાં આવ્યા છે, ત્યાં તેમનો પરિવાર છેલ્લા 50 વર્ષોથી રહી રહ્યો છે. બુલડોઝર એક્શન દરમિયાન એક ઝૂંપડીમાં આગ લાગી ગઈ હતી. અમે તંત્રને જણાવી રહ્યાં હતાં કે કોર્ટમાં આની પર સુનાવણી ચાલી રહી છે. અનન્યાના પિતા અભિષેકનું કહેવું છે કે પુત્રીનો વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ ગયો છે. તે વીડિયોને જોયા બાદ ઘણા નેતા લોકો આગળ આવી રહ્યાં છે. એવી સ્થિતિ બની ગઈ છે કે અમને કંઈ ખબર જ પડતી નથી કે શું કરીએ.
આ પણ વાંચો: લાલુ પ્રસાદ યાદવની તબિયત અચાનક લથડી, બ્લડ શુગર વધી જતાં એર એમ્બ્યુલન્સથી દિલ્હી લવાશે
બાળકીના દાદાએ કહ્યું, ‘ઘર માટે લડતાં રહીશું.’
બાળકીના દાદા રામમિલન યાદવનું કહેવું છે કે અમે અમારા ઘર માટે લડતાં રહીશું. આ વીડિયો સપા નેતા અખિલેશ યાદવે પણ શેર કર્યો હતો અને કોંગ્રેસનું એક ડેલિગેશન પરિવારને મળવા પહોંચ્યું હતું. ત્યાં તંત્રનું કહેવું છે કે એક્શન દબાણ વાળી જમીન પર થઈ છે. તંત્રએ કહ્યું કે બે મહિના પહેલા જ રામ મિલન યાદવના નામે નોટિસ જાહેર થઈ હતી. અમે જ્યારે જમીનને ખાલી કરાવવા પહોંચ્યા તો તે વિરોધ કરવા લાગ્યા. અમને નથી ખબર કે કેવી રીતે એક ધ્વસ્ત થયેલી ઝૂંપડીમાં આગ લાગી ગઈ. તે બાદ ઝૂંપડીને પાડવામાં આવી જેમાં કોઈ રહેતું નહોતું.