બગોદરા
–ધોળકા અને
બાવળામાં દેશભક્તિના માહોલ વચ્ચે ભવ્ય તિરંગા યાત્રાનું આયોજન કરવામાં આવ્યું
હતું. આ યાત્રામાં મોટી સંખ્યામાં લોકોએ જોડાઈને રાષ્ટ્રધ્વજને સલામી આપી હતી. આ
યાત્રામાં ધોળકાના ધારાસભ્ય કિરીટસિંહ
ડાભી, નગરપાલિકાના ચીફ ઓફિસર, પ્રાંત
અધિકારી, મામલતદાર, તાલુકા વિકાસ
અધિકારી, નગરપાલિકા પ્રમુખ અશોકભાઈ મકવાણા સહિતના ઉચ્ચ
અધિકારીઓ, પદાધિકારીઓ, શહેરના આગેવાનો,
શાળાઓના બાળકોએ ઉત્સાહપૂર્વક ભાગ લીધો હતો.