પાટનગરમાં ૨૪ કલાક પાણી આપવા માટેના
શહેરના જુના વિસ્તારમાં સેક્ટર ૨૬માં સૌથી વધુ ૧,૮૬૫ અને નવા વિસ્તારોમાં સેક્ટર-૧૩માં સૌથી વધુ ૯૪૯ હાઉસ કનેક્શન
ગાંધીનગર : પાટનગરમાં ૨૪ કલાક પીવાનાં પાણીની યોજના સાકાર કરવાના
ટ્રાયલ રનમાં કુલ ૩૦ સેક્ટરોમાં મળીને ૧૦,૨૮૧ ઘરના
નળ જોડાણ સુધી પાણી પહોંચાડાયું છે. નોંધવું રહેશે, કે ટ્રાયલ રન હેઠળ રહેલા સેક્ટરો પૈકી શહેરના જુના
વિસ્તારમાં સેક્ટર ૨૬માં સૌથી વધુ ૧,૮૬૫ અને
સૌથી ઓછા સેક્ટર ૧૬માં ૭૦ તથા નવા વિસ્તારોમાં સેક્ટર ૧૩માં સૌથી વધુ ૯૪૯ અને સૌથી
ઓછા સેક્ટર ૨૦માં ૧૨૮ હાઉસ કનેક્શન નોંધાયેલા છે.
પાણી પુરવઠા વિભાગ દ્વારા એક પખવાડિયા ઉપરાંત સમયથી ટ્રાયલ
રન ચલાવવામાં આવી રહ્યો છે. તેમાં જના સેક્ટરો ૧૪થી ૩૦ પૈકી સેક્ટર ૧૯, ૨૦ અને ૩૦માં
સૌથી છેલ્લે ગત બુધવારથી પાણી પહોંચાડવા પ્રયાસ કરાઇ રહ્યાં છે. તેમાં સૌથી મહત્વની
બાબત એ સામે આવી હતી, કે પ્રથમ
માળની ટેરેસ સુધી પાણી પહોંચાડવામાં સફળતા મળી હતી.
જોકે આખરે બીજા શનિવારે ટ્રાયલ રનમાં રોકાયેલા અને ફોર્સથી
પાણી છોડવાના પગલે પડતાં લીકેજના સમારકામ કરવા માટે દોડતા રહેતા માણસોને વિરામ
આપવામાં આવ્યો હતો. મોટાભાગે સોમવારથી ફરી ટ્રાયલ રન શરૃ કરવામાં આવશે.
ત્યારે નોંધવું રહેશે,
કે નવા સેક્ટરોમાં સેક્ટર ૩,
૧૨ અને ૧૩ને આવરી લેવામાં આવ્યાં છે. જ્યારે જુનામાં સેક્ટર ૧૪થી ૩૦ પૈકી
સેક્ટર ૧૫ અને ૧૯ને બાકાત રાખવામાં આવ્યા જેવી સ્થિતિ છે. જે સેક્ટરોને ટ્રાયલ
રનમાં સામેલ કરવામાં આવ્યા નથી. ત્યાં પાણીનો વપરાશ માપવા માટેના મીટર લગાડવાની
કામગીરી આગામી દિવસોમાં હાથ ધરવામાં આવનાર છે. શહેરી તંત્ર દ્વારા આ પ્રક્રિયા
પુરી કરવામાં આવે ત્યાર બાદ જ સ્વાભાવિક રીતે તે વિસ્તારમાં ટ્રાયલ ન ચલાવી શકાશે.